સ્વતંત્રતા પહેલાંનું સવર્ણ માનસ
આજે પરિવર્તનશીલ જગતની જેમ
પલટાતું ભલે દેખાય !
પરંતુ
અસ્પૃશ્યતાની ધરી તો
આજે પણ જેમની તેમ અવિચળ જ
અડીખમ ઉભી છે !
આૅફીસના દલિત સહકર્મચારી સાથે
સમોસા ને કબાબ
મૂર્ગી મટન ને વ્હીસ્કીની જયાફતો ઉડાડનારાઓ
અંતરમાં તો આ અસ્પૃશ્યતાનો
ક્રાઈટ એરીયા બરાબર જાળવી જાણે છે !
‘મુખમેં રામ બગલમેં છૂરી,
ઘરમાં અમે રસોડા સુધી પણ
તમને લઈ જતાં
જરાય પણ અચકાતાં નથી…’ કે અભડાતા યે નથી !
તેમ વારંવાર બકતો સુધરેલો સવર્ણ
આપત્કાલિન સમયે અલગ રાખેલું
કાચનું સ્પેશિયલ પ્યાલું ધરતા
વડવાઓની ‘લક્ષ્મણ રેખા’ન ઓળંગ્યાનો
પૂર્ણ આત્મસંતોષ લે છે.
અને આપણા બ્હાર નીકળતાં જ
એ અછૂત ગ્લાસને રસોડાની બહાર
અલગ મોકલાવી દે છે.
એન્ટી રીઝર્વેશન જેવા જાતિ યુધ્ધોમાં
આ મહાનુભાવો ઉપરનું સૌમ્ય મ્હોરૂં ઉતારી
અંતરની અસલિયતને જયારે છતી કરે ત્યારે
ગાંધી બાપુએ ઈમાનદારી (?) પૂર્વક કરેલી
છૂતોધ્ધારક ચળવળ
સૌ કોઈને ગહન વિચારતાં કરી મૂકે છે !
નર્સ અને જન્મદાત્રી મા વચ્ચેનો સ્પષ્ટ તફાવત
દલિતો તો જરૂર નિહાળી લે છે !
રાજકારણની ચરમસીમાએ ચૂંટાયેલો અનામતીયો નેતા
આ સુધરેલી અસ્પૃશ્યતાનો ભોગ તેના મત વિસ્તારમાંજ
બનતો આવ્યો છે.
ગજવામાં ગ્લાસ ઘાલીને !
વાળ કપાવવા નજીકના શહેરે જઈને !
પછી,
છેક છેવાડે
છાણમાટીના ખોરડામાં રહેતા
કાળા કુબડા મહેનતકશ માનવી પર તો
શું શું નહીં વીતતું હોય !
રચનાકાળ ઃ- ૧૯૮૦
આજે પરિવર્તનશીલ જગતની જેમ
પલટાતું ભલે દેખાય !
પરંતુ
અસ્પૃશ્યતાની ધરી તો
આજે પણ જેમની તેમ અવિચળ જ
અડીખમ ઉભી છે !
આૅફીસના દલિત સહકર્મચારી સાથે
સમોસા ને કબાબ
મૂર્ગી મટન ને વ્હીસ્કીની જયાફતો ઉડાડનારાઓ
અંતરમાં તો આ અસ્પૃશ્યતાનો
ક્રાઈટ એરીયા બરાબર જાળવી જાણે છે !
‘મુખમેં રામ બગલમેં છૂરી,
ઘરમાં અમે રસોડા સુધી પણ
તમને લઈ જતાં
જરાય પણ અચકાતાં નથી…’ કે અભડાતા યે નથી !
તેમ વારંવાર બકતો સુધરેલો સવર્ણ
આપત્કાલિન સમયે અલગ રાખેલું
કાચનું સ્પેશિયલ પ્યાલું ધરતા
વડવાઓની ‘લક્ષ્મણ રેખા’ન ઓળંગ્યાનો
પૂર્ણ આત્મસંતોષ લે છે.
અને આપણા બ્હાર નીકળતાં જ
એ અછૂત ગ્લાસને રસોડાની બહાર
અલગ મોકલાવી દે છે.
એન્ટી રીઝર્વેશન જેવા જાતિ યુધ્ધોમાં
આ મહાનુભાવો ઉપરનું સૌમ્ય મ્હોરૂં ઉતારી
અંતરની અસલિયતને જયારે છતી કરે ત્યારે
ગાંધી બાપુએ ઈમાનદારી (?) પૂર્વક કરેલી
છૂતોધ્ધારક ચળવળ
સૌ કોઈને ગહન વિચારતાં કરી મૂકે છે !
નર્સ અને જન્મદાત્રી મા વચ્ચેનો સ્પષ્ટ તફાવત
દલિતો તો જરૂર નિહાળી લે છે !
રાજકારણની ચરમસીમાએ ચૂંટાયેલો અનામતીયો નેતા
આ સુધરેલી અસ્પૃશ્યતાનો ભોગ તેના મત વિસ્તારમાંજ
બનતો આવ્યો છે.
ગજવામાં ગ્લાસ ઘાલીને !
વાળ કપાવવા નજીકના શહેરે જઈને !
પછી,
છેક છેવાડે
છાણમાટીના ખોરડામાં રહેતા
કાળા કુબડા મહેનતકશ માનવી પર તો
શું શું નહીં વીતતું હોય !
રચનાકાળ ઃ- ૧૯૮૦
No comments:
Post a Comment