Saturday, March 28, 2015

બેસી ના રહેવાય !

બેસી ના રહેવાય ! દલિતો બેસી ના રહેવાય !

આજ આપણે ઉઠશું નહીં તો કાલ થશે શા હાલ ?
જુઓ આપણા આંગણિયામાં, ગુંજે ક્રાંતિનાદ…!
દલિતો બેસી ના રહેવાય !

યુગોથી તમ અસ્મિતાનો, વળતો કચ્ચકઘાણ…!
દલિતો બેસી ના રહેવાય !

વર્ણાશ્રમના વાડાઓને, અભડાવી દો આગ !
દલિતો બેસી ના રહેવાય !

જુલ્મો સામે ઝઝૂમવાને, મળો સહુ સંગાથ.
દલિતો બેસી ના રહેવાય !
મર્દો કેરી બાંધી મુઠ્ઠી, આકાશ ઉઠાવો હાથ
દલિતો બેસી ના રહેવાય !

રચનાકાળ ઃ- ૧૯૬૫

No comments:

Post a Comment