(રાગ ઃ- પ્રભાતિયું)
મારો ધણી મારૂં કહ્યું નવ માને, સાંભળ બેની સીતા રે…!
બાળક મારા ભૂખ્યાં ટટળે, તેની મુજને ચિંતા રે…!
મારો ધણી ૦
રોજ સવારે ઉઠતાંની સાથે, દાતણ દારૂનું કરતો રે !
ભૂલે ચૂકે હું કાંઈ કહું તો, લાકડી લઈ ટૂટી પડતો રે !
મારો ધણી ૦
દિ’ ઉગ્યાથી દોટ્યું કાઢે, છેક સાંજે પ્રગટે દીવા રે !
ઘરવખરીને વેચ્યાં ઘરેણાં, પીઠામાં બેસે પીવા રે !
મારો ધણી ૦
સડક કિનારે ઊંધો આળોટે, ગાળો ગંદી બકતો રે !
આ પોલીસવાળો કેવો જબરો, છોડી તેેને દેતો રે !
મારો ધણી ૦
મુજ જેવી અગણિત અબળાઓની, વ્હારે કોણ ચઢશે રે !
સમાજ સેવકો જો જાગે ‘‘શંકર’’ દૈત્ય દારૂનો પડશે રે !
મારો ધણી ૦
રચનાકાળ ઃ- ૧૯૬૮

No comments:
Post a Comment