હમણાં જ
પાંચ ડગલાં દૂર
પડોશના ગામે
અસ્પૃશ્યતાના વકરેલા રાક્ષસે
અકાળે
એક દલિત અબળાનો
ચૂડી-ચાંદલો ભૂંસ્યો
હામ-દામ-નામ વાળો
ખૂંખાર ખૂની
જેલ બહાર ઘમંડથી ચાલે, મૌજથી મહાલે
આપણે
તે અબળાને
ન્યાય અપાવવા
શું વિચારીએ ?
વાંઝણી કવિતા તો,
કાગળ પર રહેશે.
છાપે છપાવી શું બેસી જ રહેવું ?
કલમના ગોદે,
નરી કલ્પનાથી,
દલિત અસ્મિતા
શું અફાળી બેઠી થશે !
કશુંય કરવું નથી માટે,
ફક્ત ‘આત્મ પ્રવંચના’ અર્થે,
બસ,
કવિતા જ કરશું !
નાટક વારતા નવલકથાઓ જ લખીશું ?
ધરમગુરૂ – રાજકારણીયાઓથી કાયમ ડરીશું ?
દલિત સાહિત્યના ખોટ્ટા અને મોટ્ટા ઈજારેદારો કહેવડાવીશું ?
પાંચ ડગલાં દૂર
પડોશના ગામે
અસ્પૃશ્યતાના વકરેલા રાક્ષસે
અકાળે
એક દલિત અબળાનો
ચૂડી-ચાંદલો ભૂંસ્યો
હામ-દામ-નામ વાળો
ખૂંખાર ખૂની
જેલ બહાર ઘમંડથી ચાલે, મૌજથી મહાલે
આપણે
તે અબળાને
ન્યાય અપાવવા
શું વિચારીએ ?
વાંઝણી કવિતા તો,
કાગળ પર રહેશે.
છાપે છપાવી શું બેસી જ રહેવું ?
કલમના ગોદે,
નરી કલ્પનાથી,
દલિત અસ્મિતા
શું અફાળી બેઠી થશે !
કશુંય કરવું નથી માટે,
ફક્ત ‘આત્મ પ્રવંચના’ અર્થે,
બસ,
કવિતા જ કરશું !
નાટક વારતા નવલકથાઓ જ લખીશું ?
ધરમગુરૂ – રાજકારણીયાઓથી કાયમ ડરીશું ?
દલિત સાહિત્યના ખોટ્ટા અને મોટ્ટા ઈજારેદારો કહેવડાવીશું ?
No comments:
Post a Comment