અમ ભારતભૂમિએ
મુસ્લિમ મધ્યકાળે,
કાશીમાં બન્યા’તા બ્રાહ્મણો પાષાણમય પાપી ;
સદીયોના પ્રપંચી બ્રાહ્મણત્વ ઘમંડે,
વિષમતા-મૂલક થ્યા’તા વર્ણવાદી પાખંડી !
હૃદયો ચૂક્યા મરી,
ચેતનાઓ હણાણી !
જડ આત્માઓ, માનવ કંકાલે વિરહતા.
એ કપરા કાળે,
સંત શ્રી રોહિદાસજી ફાલ્યા ફૂલ્યા !
નાનક, કબીર સમકાલિનોએ જાતિવાદી જાળ તોડી.
તથાગત બુધ્ધની પ્રગટી પ્રબુધ્ધવાણી,
સંત શ્રી રોહિદાસજીએ ભક્તની ભાષા પ્રયોજી !
છેક છેવાડેનો સમજે એવી પ્રેમભાષા,
કથી તદાકાર તદ્રુપ એકત્વ મિમાંસા.
દિલોથી દિલોની એ ઊર્મીઓ ગજબની, ક્ષુધા-પ્યાસ બુઝાવા ધર્મપાળ તોડી.
શોધે રાજરાણી સંતોને જઈ જઈને ટટોળી,
મળ્યોના મિરાંને ગુરૂ શ્રી રોહિદાસજી જેવો ક્યાંય જોટો !
નિહાળ્યું વિશ્વે,
એક મેવાડી રાણી ! મસ્તાની મિરાંબાઈ હતી ક્ષત્રાણી.
એક ચર્મકારના, સંત ચરણે જઈને ઝૂકી, સમર્પણ ભાવે ! દીધો અહમ્ને ઓગાળી !
હતી પાબંધી જયાં નારી ને શુદ્રોની ‘મનુસ્મૃતિ’એ કરી સંપૂર્ણ મનાઈ.
ચમત્કારો, ર્મૂિતપૂજા, કર્મકાડોની ભૂંડી હતી ભરમારો ;
ધર્મના નામે ચણી’તી દીવાલો, માનવ ભેદ પાડી જબ્બર જાતિવાદે !
ઉઠાવ્યો’તો તે દિ’ વિદ્રોહી ઝંડો !
વહ્વળ્ થઈને સંત શિરોમણી શ્રી રોહિદાસજીએ
ઘણા જુલ્મો વચ્ચે રાજા પુષ્પમિત્ર શૃંગે,
ભીખ્ખુ થેર-થેરીના મસ્તકો છેદાવ્યા !
ભાગ્યા કોઈ વિદેશે, બૌધ્ધ ઝંડો ગ્રહીને,
કોઈ છૂપાયા જંગલે આદિવાસી બનીને ;
ઝલાયા, મરાયા, બચ્યા, જે કોઈ લોકો,
કારીગરની સેવા વિવિધ હુન્નરોમાં પછાતો ગણાયા
છતાં કોઈ ભાગ્યા,
દલિતોની વાડી વસ્તીએ વસીને,
બન્યા થેર(…ડ) થેરી (…ડી) બનીને!
ગરીબી લાચારી ક્ષુધા પેટની
આગ ભડભડતો અગ્નિ ઠરે કેમ બુઝે ?
હતી બુધ્ધવાણી, માંસાહાર હિંસા !
અતિ પાપ ભારી અહિંસા પરમોેધર્મ પોકારી.
મરે જાનવર એના જ મોતે
જયારે એ માંસાહારે થઈ કઈ હિંસા ?
મર્યા ચામ ઢોરોનાં પકવી કમાવી
શોધી ટેકનીક્ કર્યો વ્યવસાય ચર્મકાર કેરો.
ગૌરવ અમારું જન્મ્યા અમ વચ્ચે,
સંત શિરોમણી અમ શ્રી રોહિદાસજી બાપુ !
આકાશે સંતોના છે અગણિત ઝગમગતા તારા,
રચનાકાળ – ૨૦૧૦

No comments:
Post a Comment