જાગો નવજવાનો
કરવટ બદલે કૌમ ઉંઘતી, જાગો નવજવાનો…
તમે જાગો નવજવાનો…
લઈ હાથમાં હાથ આકાશે, મુક્કાઓ ઉછાળોે
તમે જાગો નવજવાનો…
ગિરિ કંદરા જંગલ આખું, ખળભળ ખળભળ જાગ્યું !
ભાઈ ખળભળ ખળભળ જાગ્યું !
લોહી ચૂસતું શોષણ બેટ્ટું, ઊભી પૂંછડીએ ભાગ્યું. !?;
ભાઈ ઊભી પૂંછડીએ ભાગ્યું !
હલ્લો બોલો ભઈલાં મારા, હવે રહીશના છાનો
કરવટ બદલે કોમ ઊંઘતી ૦
નેતો તારો રાજધાનીમાં, તને ઉંઘતો વેચે
‘લ્યા તને ઉંઘતો વેચે…
કચડી રાખવા પગમાં તુજને કાયમ રાખે નેંચે…
’લ્યા કાયમ રાખે નેચે…
કાળઝાળ અંગારા આંખો, બદલે હવે જમાનો
કરવટ બદલે કોમ ઊંઘતી ૦
એબ ઢાંકતી એક પોતડી, તારૂં સર્વે લીધું લૂંટી
ભાયા સર્વે લીધું લૂંટી
આઝાદીની વાતો જુઠ્ઠી, જુઠ્ઠી સરાસર જુઠ્ઠી
’લ્યા જુઠ્ઠી સરાસર જુઠ્ઠી
ચૂલે ચઢેલી હાંડલીમાં, એક નથી ’લ્યા દાંણો
કરવટ બદલે કોમ ઊંઘતી ૦
પદ્-ચાપોથી ધરતી ધ્રુજે, ગગન ભેદે નારો
તારો ગગન ભેદે નારો
ધસમસ કાળા વાદળ ગર્જે, દરિયો તોડે કિનારો
પેલો દરિયો તોડે કિનારો
પડઘાઓથી પ્હાડ ચિરાણા, પેલો દુશ્મન ક્યાં રહેવાનો ?
કરવટ બદલે કોમ ઊંઘતી ૦
કરવટ બદલે કૌમ ઉંઘતી, જાગો નવજવાનો…
તમે જાગો નવજવાનો…
લઈ હાથમાં હાથ આકાશે, મુક્કાઓ ઉછાળોે
તમે જાગો નવજવાનો…
ગિરિ કંદરા જંગલ આખું, ખળભળ ખળભળ જાગ્યું !
ભાઈ ખળભળ ખળભળ જાગ્યું !
લોહી ચૂસતું શોષણ બેટ્ટું, ઊભી પૂંછડીએ ભાગ્યું. !?;
ભાઈ ઊભી પૂંછડીએ ભાગ્યું !
હલ્લો બોલો ભઈલાં મારા, હવે રહીશના છાનો
કરવટ બદલે કોમ ઊંઘતી ૦
નેતો તારો રાજધાનીમાં, તને ઉંઘતો વેચે
‘લ્યા તને ઉંઘતો વેચે…
કચડી રાખવા પગમાં તુજને કાયમ રાખે નેંચે…
’લ્યા કાયમ રાખે નેચે…
કાળઝાળ અંગારા આંખો, બદલે હવે જમાનો
કરવટ બદલે કોમ ઊંઘતી ૦
એબ ઢાંકતી એક પોતડી, તારૂં સર્વે લીધું લૂંટી
ભાયા સર્વે લીધું લૂંટી
આઝાદીની વાતો જુઠ્ઠી, જુઠ્ઠી સરાસર જુઠ્ઠી
’લ્યા જુઠ્ઠી સરાસર જુઠ્ઠી
ચૂલે ચઢેલી હાંડલીમાં, એક નથી ’લ્યા દાંણો
કરવટ બદલે કોમ ઊંઘતી ૦
પદ્-ચાપોથી ધરતી ધ્રુજે, ગગન ભેદે નારો
તારો ગગન ભેદે નારો
ધસમસ કાળા વાદળ ગર્જે, દરિયો તોડે કિનારો
પેલો દરિયો તોડે કિનારો
પડઘાઓથી પ્હાડ ચિરાણા, પેલો દુશ્મન ક્યાં રહેવાનો ?
કરવટ બદલે કોમ ઊંઘતી ૦
No comments:
Post a Comment