ગુજરાતી દલિત સાહિત્યમાં ભાઈ શ્રી શંકર પેન્ટરનો પ્રવેશ અણધાર્યો કે
આકસ્મિક નહોતો. તેઓ ૧૯૬૧થી દલિત કવિતા લખતા હતા. પણ ર્આિથક પરિસ્થિતિને
કારણે તેઓ કવિતાસંગ્રહ પ્રસિધ્ધ કરી શક્યા નહોતા. ૧૯૮૪માં તેમનો પ્રથમ
કાવ્યસંગ્રહ ‘બૂંગિયો વાગે’ ગુજરાત દલિત સાહિત્ય સંઘ દ્વારા પ્રગટ થયો.
દલિત કવિતા લખવા પાછળ એમનો એક ચોક્કસ ધ્યેય છે. દલિતોને માથે અસ્પૃશ્યતાની
લટકતી તલવાર તો હતી જ. ને ગામડામાં શોષકો દ્વારા એમનું અન્ય રીતે શોષણ પણ
થતું હતું. અહીં એક વાતની સ્પષ્ટતા એ કરવાની છે કે અન્ય કવિઓ માફક એ
ગામડાની પેદાશ નથી. એ અમદાવાદ શહેરનું ફરજંદ છે. એમનો ઉછેર ચાલીમાં થયો.
ચાલીના વાતાવરણમાં ઉછરેલા શંકર પેન્ટરે નાનપણથી દુઃખો સહન કર્યા છે.
અસ્પૃશ્યતાનો જુલ્મ સહન કરવો પડ્યો છે. જાતિભેદને કારણે સ્કૂલમાં નાનપણથી
હાડોહાડ અનેક અપમાન વેઠવા પડ્યા છે. તેઓ હિન્દુ સમાજની આ વરવી વર્ણપ્રથાથી
જ્ઞાત તો હતા જ. ત્યાં ૧૯૮૧ની આસપાસ એવી બે પરિસ્થિતિઓ રચાઈ કે જેણે કારણે
શંકરનું ત્રીજું નેત્ર ખૂલ્યું. અચાનક મીલો બંધ થઈ. ચાલીમાં રહેતા અભણ
દલિતોનો રોટલો ઝૂંટવાઈ ગયો. ને અનામત વિરોધી તોફાનો થયા, જે ભણેલાનો રોટલા
ઝૂંટવવાની પૂર્વભૂમિકારૂપ હતો. આ જ ગાળામાં ગામડામાં દલિતોની હત્યાઓથી શંકર
પેન્ટરનો આત્મા કકળી ઉઠ્યો. એ ઓ.એન.જી.સી.માં પેન્ટર હતા. પીંછી સાથે એમનો
પનારો. એમના સંવેદનતંત્રને હચમચાવી નાખનારા બનાવોને કારણે એમણે પીંછીને
બદલે કલમ હાથમાં લીધી. ને એક બુલંદ અવાજવાળા કવિનો જન્મ થયો. ‘બૂંગિયો
વાગે’, ‘દાતેડાના દેવતા’ એમના કાવ્યસંગ્રહો. આ કાવ્યસંગ્રહોમાં મોટાભાગે
એમની વિદ્રોહમૂલક કવિતા પ્રગટ થઈ છે. શંકર પેન્ટરની આ કવિતાઓએ ઘણી બધી આશા
જગવી હતી.
અત્યારે એ ત્રીજો કાવ્યસંગ્રહ “હાચ્ચે-હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા ?” લઈને આપણી સમક્ષ હાજર થાય છે. ત્યારે એમની આ વિદ્રોહમૂલક કવિતાઓ અગનઝાળ જેવી છે. એ કોઈને દઝાડશે પણ ખરી, પણ એ દલિતોને થયેલા અન્યાયોમાંથી જન્મેલી છે. દલિત હોવાને નાતે એમણે જે વેઠ્યું છે તેના પ્રતિકારરૂપે છે. એટલે જે શોષકો અને એના સમર્થકો છે તેમણે કવિતાઓ વાંચીને પોતાના કર્મોનું પ્રાયશ્ચિત કરવાનું રહે છે. આપણા દેશને અખંડિત રાખવા માટે સહુનો સહિયારો સથવારો જોઈએ. આપણા સમાજમાં સામાજિક અસમાનતા પ્રવર્તી રહી છે, તેની ખાઈ દલિત અને અદલિત બધાએ સાથે રહીને પૂરવાની છે. આ કવિતાઓ દ્વારા આવું સત્વરે બને…
‘ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન’ સંસ્થા તરફથી ભાઈ શંકર પેન્ટરનો આ કાવ્યસંગ્રહ પ્રગટ થાય છે ત્યારે હું આનંદની લાગણી અનુભવું છું.
તા. ૩૧/૭/૨૦૧૦ –
શનીવાર
ડો.. મોહન પરમાર પ્રમુખ
એ-૨૫, પરિમલ સોસાયટી, ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન
ર્કીિતધામ તીર્થ પાછળ ,ચાંદખેડા,
અમદાવાદ – ૩૮૨૪૨૪
મો. ૯૬૬૨૯ ૮૬૫૮૫

No comments:
Post a Comment