Saturday, March 28, 2015

ગૌભક્તોનું રામરાજ


ગાયના આંચળનું દૂધ
સર્જનહારે ભલે વાછરડા માટે સજર્યું !
આમે ય અમો બીજાના હક્કો ઝૂંટવવામાં
ઘણા જ પાવરધા છૈયે ! વાછરડા તો અબોલા જીવ !
અમે સર્વ પ્રપંચોથી
અમારા ગુલામોની ચેતનાઓ હણીને
કાયમના માટે તેમને મૂંગામંતર કરી દીધા છે !
આ ગૌભક્તિ એ તો અમારૂં ર્ધાિમક પોલીટિક્સ
દુનિયા અને વિજ્ઞાન
છો ને આગેકદમ ઉઠાવે !
અમારે પાછલાં દશ હજાર વર્ષ જૂનું
રામરાજ લાવવું છે
કારણ
શંબૂકોનું અસ્તિત્વ
કોઈ કાળે રહેવું જ ના જોઈએ
કાપ્યો’તોને અંગૂઠો એકલવ્યનો
અમારા દ્રોણ બામણે !
ઘણી જ અક્કલમંદીથી ….
અમે પણ એની જ ઔલાદ છીએ !

રચનાકાળ ઃ ૧૯૬૫

No comments:

Post a Comment