બહું થયું ’લ્યા, બહું થયું ’લ્યા, તું શું મારે ઠેર્ર્ અમોને !
હવે બક્વા’ બેટ્ટા બંધ કરી દો !
આ લૂલ્લી તમારી ચૂપ કરી દ્યો !
એન્ટીના જેવી ચોટ્ટીવાળા,
અષ્ટમ્ પષ્ટમ્ ભસવાવાળા,
ગોળા જેવી ફાંદવાળા,
ખૂન પસીનો ચૂસવાવાળા,
પૂંછ જેવી મૂછવાળા
ટીલાં ટપકાં લ્હાળાવાળા,
હવે બક્વા’ બેટ્ટા બંધ કરી દો !
આ લૂલ્લી તમારી ચૂપ કરી દ્યો !
શક-હૂણોને કૂષાણોથી
ધોતીયામાં ‘લ્યા મૂતરી જયા’તા !
મહંમદ ઘોરી હાથે હાળા,
મંદિર તારા રોળાઈ જયા’તા !
તૈમુર અન્ તઘ્લઘ્ આયા
તાંણ ઘાઘરામાં ચ્યમ્ લપઈ જયા’તા !
રૂદ્રદત્ત જેવા કાપાલિકો (બ્રાહ્મણો)
હાથે ઝાલી સોમનાથ મંદિર લૂંટાવતા’તા !
પેલા અકબર જેવા વિધર્મીઓ
બૂન ન સોડી પૈણી જયા’તા !
અલ્લાઉદ્ીન ખીલજી જેવા
રૂદ્ર-મહાલયો તોડી જયા’તા !
અનઅ્ ઓરંગઝેબના દાબથી દિયોર
તમે તો ઊભા ન્ ઊભા હજજી જયા’તા !
હવે બક્વા’ બેટ્ટા બંધ કરી દો !
આ લૂલ્લી તમારી ચૂપ કરી દ્યો !
લળી લળી દિલ્લી દરબારે
જઈ કુરનિસો બજાવતા’તા !
અંગ્રેજોના કૂત્તરાં થઈને
પૂંછડીઓ જઈ પટ્ પટાવતા’તા !
નવાબોને પહેલી રાતે
તમે કુંવારીઓ જઈ બોટાવતા’તા !
નોકરીઓના બ્હાના હેઠળ
એંઠવાડો ’લ્યા આરોગતા’તા !
અલગ ચૂલા-ચાૅકા કરી
હિન્દુ હિન્દુથી અભડાતા’તા !
દેશ વેચીને, વેશ વેચીને
અમીચંદો ’લ્યા આળોટતા’તા !
ગરીબોને લૂંટી લૂંટી
ધનના ઢગલા ખડકતા’તા
હવે બક્વા’ બેટ્ટા બંધ કરી દો !
આ લૂલ્લી તમારી ચૂપ કરી દ્યો !
દેશ જાગ્યો ’લ્યા ! સહુ જાગ્યુ ’લ્યા !
તારૂં વૈણ્યા વૈણ્યનું ભૂત ભાગ્યુ ’લ્યા !
જોને દુનિયાના દલિતો મારા,
બક્ષીઓના પંચ અમારા,
માંડલ-રાણે પંચ અમારા,
ભૂમિ હિન ખેતમજૂર મારા,
ગરીબ જમીન ખેડૂત મારા,
કાળા કાળા હબસી મારા,
મલકના મજૂરિયા મારા,
એ શ્રમજીવીઓના બેટડામારા
પ્રગતિશીલ વિચારકો મારા
પ્રતિબદ્ધ લેખણહારા મારા
આમાં કૂણ સઅ્ તારૂં ? કુણ સ તારૂં ?
આ લૂલ્લી તમારી ચૂપ કરી દ્યો !
વર્ણવાદ ને વર્ગવાદ
એ તો બ્રાહ્મણવાદની પ્રપંચલીલા !
આઠવલેની આભડલીલા !
પાંડુરોગીની ભાવલીલા !
સંસ્કૃતિની ચિંતનશિલા !
બેશરમોની લંપટ લીલા !
તરકટિયાની ત્રિશૂળલીલા !
રાજનીતિની ધરમલીલા !
પુરાણોના કાગળકિલ્લા
સંકર-આચાર્યોના કોઠાબિલ્લા
જો જે ’લ્યા હવઅ્ ભડ્ભડ્ બાળું !
જો જે ’લ્યા હવઅ્ ભડ્ભડ્ બાળું !
તન્ પકડાવીશ હવઅ્ ઝાડૂનઅ્ વાળુ !
મોકલીશ તન્
તારી ગલીએ, ગલીએ સાદ પડાવા
કોણ કહે છે ’લ્યા અમે મંદબુદ્ધિના
આ વોટના નાટકો બંધ કરી દો !
હવે જાતિ તોડીન્ દેશ જોડી દો !
હવે બકવા દિયોર બંધ કરી દો !
આ લૂલ્લી તમારી ચૂપ કરી દ્યો !
રચનાકાળ ઃ ૨૦૧૦
હવે બક્વા’ બેટ્ટા બંધ કરી દો !
આ લૂલ્લી તમારી ચૂપ કરી દ્યો !
એન્ટીના જેવી ચોટ્ટીવાળા,
અષ્ટમ્ પષ્ટમ્ ભસવાવાળા,
ગોળા જેવી ફાંદવાળા,
ખૂન પસીનો ચૂસવાવાળા,
પૂંછ જેવી મૂછવાળા
ટીલાં ટપકાં લ્હાળાવાળા,
હવે બક્વા’ બેટ્ટા બંધ કરી દો !
આ લૂલ્લી તમારી ચૂપ કરી દ્યો !
શક-હૂણોને કૂષાણોથી
ધોતીયામાં ‘લ્યા મૂતરી જયા’તા !
મહંમદ ઘોરી હાથે હાળા,
મંદિર તારા રોળાઈ જયા’તા !
તૈમુર અન્ તઘ્લઘ્ આયા
તાંણ ઘાઘરામાં ચ્યમ્ લપઈ જયા’તા !
રૂદ્રદત્ત જેવા કાપાલિકો (બ્રાહ્મણો)
હાથે ઝાલી સોમનાથ મંદિર લૂંટાવતા’તા !
પેલા અકબર જેવા વિધર્મીઓ
બૂન ન સોડી પૈણી જયા’તા !
અલ્લાઉદ્ીન ખીલજી જેવા
રૂદ્ર-મહાલયો તોડી જયા’તા !
અનઅ્ ઓરંગઝેબના દાબથી દિયોર
તમે તો ઊભા ન્ ઊભા હજજી જયા’તા !
હવે બક્વા’ બેટ્ટા બંધ કરી દો !
આ લૂલ્લી તમારી ચૂપ કરી દ્યો !
લળી લળી દિલ્લી દરબારે
જઈ કુરનિસો બજાવતા’તા !
અંગ્રેજોના કૂત્તરાં થઈને
પૂંછડીઓ જઈ પટ્ પટાવતા’તા !
નવાબોને પહેલી રાતે
તમે કુંવારીઓ જઈ બોટાવતા’તા !
નોકરીઓના બ્હાના હેઠળ
એંઠવાડો ’લ્યા આરોગતા’તા !
અલગ ચૂલા-ચાૅકા કરી
હિન્દુ હિન્દુથી અભડાતા’તા !
દેશ વેચીને, વેશ વેચીને
અમીચંદો ’લ્યા આળોટતા’તા !
ગરીબોને લૂંટી લૂંટી
ધનના ઢગલા ખડકતા’તા
હવે બક્વા’ બેટ્ટા બંધ કરી દો !
આ લૂલ્લી તમારી ચૂપ કરી દ્યો !
દેશ જાગ્યો ’લ્યા ! સહુ જાગ્યુ ’લ્યા !
તારૂં વૈણ્યા વૈણ્યનું ભૂત ભાગ્યુ ’લ્યા !
જોને દુનિયાના દલિતો મારા,
બક્ષીઓના પંચ અમારા,
માંડલ-રાણે પંચ અમારા,
ભૂમિ હિન ખેતમજૂર મારા,
ગરીબ જમીન ખેડૂત મારા,
કાળા કાળા હબસી મારા,
મલકના મજૂરિયા મારા,
એ શ્રમજીવીઓના બેટડામારા
પ્રગતિશીલ વિચારકો મારા
પ્રતિબદ્ધ લેખણહારા મારા
આમાં કૂણ સઅ્ તારૂં ? કુણ સ તારૂં ?
આ લૂલ્લી તમારી ચૂપ કરી દ્યો !
વર્ણવાદ ને વર્ગવાદ
એ તો બ્રાહ્મણવાદની પ્રપંચલીલા !
આઠવલેની આભડલીલા !
પાંડુરોગીની ભાવલીલા !
સંસ્કૃતિની ચિંતનશિલા !
બેશરમોની લંપટ લીલા !
તરકટિયાની ત્રિશૂળલીલા !
રાજનીતિની ધરમલીલા !
પુરાણોના કાગળકિલ્લા
સંકર-આચાર્યોના કોઠાબિલ્લા
જો જે ’લ્યા હવઅ્ ભડ્ભડ્ બાળું !
જો જે ’લ્યા હવઅ્ ભડ્ભડ્ બાળું !
તન્ પકડાવીશ હવઅ્ ઝાડૂનઅ્ વાળુ !
મોકલીશ તન્
તારી ગલીએ, ગલીએ સાદ પડાવા
કોણ કહે છે ’લ્યા અમે મંદબુદ્ધિના
આ વોટના નાટકો બંધ કરી દો !
હવે જાતિ તોડીન્ દેશ જોડી દો !
હવે બકવા દિયોર બંધ કરી દો !
આ લૂલ્લી તમારી ચૂપ કરી દ્યો !
રચનાકાળ ઃ ૨૦૧૦
No comments:
Post a Comment