બાબા ભીમરાવે અમને એકડો ભણાવ્યો !
દિલ્લી દરબારે બીજો બગડો ઘુંટાવ્યો !
બાબા ભીમરાવે અમને એકડો ભણાવ્યો !
મનુસ્મૃતિનો કાયદો છે કાળો !
બાળ્યો બાબાએ હવે સહુ કોઈ બાળો !
બાબા ભીમરાવે અમને એકડો ભણાવ્યો !
સંકર-આચાર્યોની ચોટીઓનો ચાળો !
વર્ણાશ્રમનો પીંખી દયોને માળો !
બાબા ભીમરાવે અમને એકડો ભણાવ્યો !
ભામણવાદમાં તુલસીનો ફાળો !
ઉડાડો ઊંઘ અલ્યા એને મૂળમાંથી ટાળો !
બાબા ભીમરાવે અમને એકડો ભણાવ્યો !
વકીલ વાણીઓ હતો એ બકરીવાળો !
ભાળી ગ્યા ભીમરાવ તમે પણ ભાળો !
બાબા ભીમરાવે અમને એકડો ભણાવ્યો !
રચનાકાળ ઃ- ૧૯૯૧
No comments:
Post a Comment