Sunday, March 29, 2015

પૂના-કરારી પૂતળું

ભૂલું પડ્યું ભાઈ ભૂલું પડ્યું, પૂના-કરારી પૂતળું
ચાવી ભરેલું પંજાથી, પૂના-કરારી પૂતળું
કમળને કાયમથી કગરેલું, પૂના-કરારી પૂતળું
હાથીના પૂંછડે લટકન્તું, પૂના-કરારી પૂતળું
લાલ રંગોથી એ રંગેલું, પૂના-કરારી પૂતળું
સંસદમાં શોભા કરવાનું, પૂના-કરારી પૂતળું
ભૂલથી આંગળી ઊંચી કરવાનું, પૂના-કરારી પૂતળું
ચાલુ સત્રે નિશ્ચિંત ઘોરવાનું, પૂના-કરારી પૂતળું
હાઈકમાન્ડથી થર થર મુતરન્તુ, પૂના-કરારી પૂતળું
બિન દલિતોને સલામો ભરવાનું, પૂના-કરારી પૂતળું
ભઈલાં ને ભરપુર નડવાનું, પૂના-કરારી પૂતળું
કોઈ પ્રશ્ન પર નથી ભસવાનું, પૂના-કરારી પૂતળું
ગૃહમાં ગાપચીઓ મારવાનું, પૂના-કરારી પૂતળું
બેસી એરોપ્લેનમાં ઉડવાનું, પૂના-કરારી પૂતળું
ઝેડ-પ્લસ સુરક્ષા માંગવાનું, પૂના-કરારી પૂતળું
ઈગ્લીશ દારૂમાં ડૂબવાનું, પૂના-કરારી પૂતળું
ચીકનની ટાંગો તોડવાનું, પૂના-કરારી પૂતળું
પાંચ વર્ષેય ના ટળવાનું, પૂના-કરારી પૂતળું
કાળા કૌભાંડો કરવાનું, પૂના-કરારી પૂતળું
બોર્ડ-નિગમમાં ડોળા ઘાલવાનું, પૂના-કરારી પૂતળું
ગરીબોનો બોજો બનવાનું, પૂના-કરારી પૂતળું
પરજાના માથે પડવાનું, પૂના-કરારી પૂતળું
દુરાગ્રહી અનશનથી અવતરેલું, પૂના-કરારી પૂતળું
અલગ મતાધિકાર માંગણી રોળન્તુ, પૂના-કરારી પૂતળું
ગાંધી દૃ/જ આંબેડકર મહત્તા માપન્તુ, પૂના-કરારી પૂતળું
બાપુ-માનસ્ હક્કને હડપન્તુ, બનાવી પૂના-કરારી પૂતળું

રચનાકાળ ઃ ૧૯૮૭

No comments:

Post a Comment