Sunday, March 29, 2015

સંકર+ આચાર્યો ને શિખામણ

છોડી દે સંકર+આચાર્ય જગદ્ગુરૂના આસન,
સોળમી સદીના હવે નથી રહ્યા આ શાસન !
મસ્તક દઈને લીધાં’તા અધિકાર માનવતાના,
નહીં ઝૂંટવી શકીશ તું ઓ મિત્ર દાનવતાના …!
ઓ ભાનના ભૂલેલા ઢોરો તણાં પુજારી,
સમાનતા ને છોડી બંધુતા ને તેેં વિસારી…!
બુધ્ધિતણું પ્રદર્શન મોકો મળ્યો ત્યાં બતાવ્યું,
દુનિયા વધે છે આગળ છૂઆછૂતને તેં સ્વીકારી
નથી પરાશર તારા કે નથી વેદમ્ વ્યાસ !
દાસી તણા એ પુત્રો સૌ શુદ્ર હતા ખાસ !

રચનાકાળ ઃ- ૧૯૬૪

No comments:

Post a Comment