Sunday, March 29, 2015

દલિત સાહિત્યના ઇજારદારો

(છંદ ઃ- ચંદ્ર છૂપે નહીં બાદલ છાયો)
તકવાદી ઓ જકવાદી, તમે કલમગ્રહી ’લ્યા તકલાદી ;
સૂંઠ ગાંગડે બનવા ગાંધી ! તમે ચાલી નીકળ્યા ચળવાદી.
વર્ણ-વર્ગના હિમાયતીની, લળી લળી ર્કૂિનશ બજાવે,
ધીક્ ધીક્ મહાધીક મૂરખ એવા, દલિત માતની કૂખ લજાવે !
બહુરૂપિયા કાચીંડા જેવા, પલપલમાં પલટી મારે ;
સત્વહીણ, સિધ્ધાંત વિહોણા ! શબ્દોમાં આંસુ સારે !
શંભુને સંકરાચાર્યોના, ચમચા થઈને ઢોલ વગાડે !
ધિક્ ધિક્ મહા ધિક્ મૂરખ એવા, દલિત માતની કૂખ લજાવે !
કારકૂનો ઓ સ્હાય લાલચુ, દલિત – લલિત ચ્હેરાવાળા !
બીકણ ભીરૂં થરથરતા, તમો ‘બિરાદર’ થઈ કરો ચાળા !
સસ્તી પ્રસિદ્ધિ પામવા માટે ! અવનવા ડીંડવાણા ચલાવો ;
ધિક્ ધિક્ મહા ધિક્ મૂરખ એવા, દલિત માતની કૂખ લજાવે !
કલમ ઘસીયા ટિકીટ રસિયા લાળપાડુ ગરજુ કુતરાં
ગામ ગલીમાં ભસતા ભારે પાગલ થઈને એ પુત્તરાં
સમાજના સંઘર્ષ કાળમાં ઊંચા હાથે નાદારી નોંધાવે
ધિક્ ધિક્ મહા ધિક્ મૂરખ એવા, દલિત માતની કૂખ લજાવે !
રચનાકાળ ઃ ૧૯૮૫

No comments:

Post a Comment