આવો મોકો ફરી ચાંણ મળસે ’લ્યા ઝેણીયા !
આપણી કાળી કૂબડી ચોંબડી જોઈ,
આ તો ચીરવામાંય બાચી રાખતો નથ્ !
અડકાડી દે લ્યા પાલુ
તારા કાળામેંશ ઓઠ પર
પીલે પીલે તારી તરહ્ મટશે
અન્ આ જન્મજન્માંતર નો રોગ
(આભડ્ છેટનો સ્તો !)
એય પણ અભડૈઈ જાહ્ !
વોણીયાના ઘરનું પોંણી
પેલા દા’ડે
મજૂરીયો જયો તાંણ
ઉપ્પર હાથે જ મળ્યું સઅ્
આજ ઈના દવાખાંનામાં
પાલાથી જ પી
સાંટો વધ્ તો માંય થૂચ્ય્ !
પસ એ થૂંચેલું પોંણી
માટલામાંય પાસુ રેડી દે
(અલ્યા, કોઈ જોતું નથી !)
તરસ્યા બીજા ઉજળીયાતો ના
કોઠા આ માટલાના પોંણીથી
અભડાય એટલ
આપણી મેજોરટી થઈ જાય ન્ ?
અનોમતના
નાત્ય-જાત્ય ઝઘડામાં
આ દાક્તર જ
આપણા ઝૂંપડા પર પેટ્રોલ સોંટવાનું
ાળું કરતૂત કરતો’તો.
ભૂલી જયો ’લ્યા,
તું હું અન્ તારી મા પસલી,
આ નરાધમોથી બચવા
ઉભા ખાટલાની પોંગાત પાસળ
ચેવા કંપતા કાળજ હંતોણા’તા !
મારું તો એ દાડે
ધોતિયું ય આગળ પાસળથી
બગડી જયું તું ’લ્યા
એ દા’ડે
આવો હારો માૅકો ચાંણ મળસે, લ્યા ઝેણીયા !
પી પી થૂંચ ન પાસુ માટલામાં ’રેડ્ય….. હાહરીના !
રચનાકાળ ઃ- ૧૯૮૧
આપણી કાળી કૂબડી ચોંબડી જોઈ,
આ તો ચીરવામાંય બાચી રાખતો નથ્ !
અડકાડી દે લ્યા પાલુ
તારા કાળામેંશ ઓઠ પર
પીલે પીલે તારી તરહ્ મટશે
અન્ આ જન્મજન્માંતર નો રોગ
(આભડ્ છેટનો સ્તો !)
એય પણ અભડૈઈ જાહ્ !
વોણીયાના ઘરનું પોંણી
પેલા દા’ડે
મજૂરીયો જયો તાંણ
ઉપ્પર હાથે જ મળ્યું સઅ્
આજ ઈના દવાખાંનામાં
પાલાથી જ પી
સાંટો વધ્ તો માંય થૂચ્ય્ !
પસ એ થૂંચેલું પોંણી
માટલામાંય પાસુ રેડી દે
(અલ્યા, કોઈ જોતું નથી !)
તરસ્યા બીજા ઉજળીયાતો ના
કોઠા આ માટલાના પોંણીથી
અભડાય એટલ
આપણી મેજોરટી થઈ જાય ન્ ?
અનોમતના
નાત્ય-જાત્ય ઝઘડામાં
આ દાક્તર જ
આપણા ઝૂંપડા પર પેટ્રોલ સોંટવાનું
ાળું કરતૂત કરતો’તો.
ભૂલી જયો ’લ્યા,
તું હું અન્ તારી મા પસલી,
આ નરાધમોથી બચવા
ઉભા ખાટલાની પોંગાત પાસળ
ચેવા કંપતા કાળજ હંતોણા’તા !
મારું તો એ દાડે
ધોતિયું ય આગળ પાસળથી
બગડી જયું તું ’લ્યા
એ દા’ડે
આવો હારો માૅકો ચાંણ મળસે, લ્યા ઝેણીયા !
પી પી થૂંચ ન પાસુ માટલામાં ’રેડ્ય….. હાહરીના !
રચનાકાળ ઃ- ૧૯૮૧
No comments:
Post a Comment