Friday, March 27, 2015

હરીશ મંગલમ





























દલિત સાહિત્ય સંઘની રચના એ મારા મનનું સ્વપ્ન હતું. એ રૂપેરી સ્વપ્નને માટે વાસ્તવરૂપમાં જોવું હતું. એક દિ’ ફળ્યું, મિત્રો શ્રી રાજુ સોલંકી, સાહિલ પરમારના અવિરત પ્રયત્નોથી. થોડોક ઉમળકો ઔર વધ્યો, વધતો જ ગયો દરમિયાન એક હૈયાબળૂકા દલિત કવિનો ભેટો કરાવ્યો શ્રી રાજુ સોલંકીએ, ત્યારથી એ વસી ગયો મારા હૈયાના કોરાકટ ગોખમાં.

બીજી પળે મને આહ્વાન આપ્યું. એ પળ મને ખેંચી ગઈ શ્રી શંકર પેન્ટરની દલિત કવિતાની ભીતરમાં. હું ‘મને’ મળ્યો ભીતરી હયાતિમાં, શ્રી શંકર પેન્ટરની કવિતાઓને લોકઢાળમાં રચાયેલા ગીતોમાં મને મળી આંગણાની ઉખડી ગયેલી આૅકળીયો. એ આૅકળીઓના ઊના લ્હાય નિશ્વાસ. વળી, ‘ગુમાવવાનું તારે શું છે ?’ માંની સિંહ જેવી તાકાત, પૌલાદી જોર અને કાર્લમાર્કસની ઉક્તિ  ર્ઉાીિજિ મ્ી ેંહૈંીઙ્ઘ ર્એ રટ્ઠદૃી ર્હંરૈહખ્ત ર્ં ર્ન્ર્જી હ્વેં ર્એિ ષ્ઠરટ્ઠૈહજમાં કવિને અનુભવાતો ભારોભાર વિશ્વાસ. ‘ઓ તમારી બુનના ધણીઓ !’ અને ‘ચ્યમ્ લ્યા’ આટલું ફાટ્ટી જયું સ્ ?’ અચ્છાંદશોમાંના દ્રશ્ય રૂપો તળપદાં લઢણો મેંહાણાની ગોંમઠી (મહેસાણાની ગામઠી) ભાષાને રૂઢ સાહિત્યિક લઢણોથી નિરૂપી ગુંજાશ (ર્ઁંીહંૈટ્ઠઙ્મ) સર્જે છે. ‘બૂંગિયો વાગે’ લોકઢાળમાં રચાયેલ ગીત જેના ઉપરથી કાવ્યસંગ્રહનું નામકરણ થયું છે તે, અને ‘કાળીયો ઢોલી’ ખરેખર હૃદયને સ્પર્શી ગયાં. તેમ છતાં એ બંને ગીતો કવિના પોતીકા કંઠે ના સાંભળીએ તો વસવસોે લાખ મણનો એ વત્તામાં. એ જ રીતે ‘ઊગે સૂરજ ડૂબે સૂરજ’માંની એકવિધતા, ‘ગૌભક્તનું રામરાજય’માંની શંબૂકના પુરાકલ્પન દ્વારા વ્યક્ત થતી દલિતોની મહાવ્યથા, ‘બેસી ના રહેવાય’માં વર્ણાશ્રમના વાડાઓને સળગાવી મૂકવાની તમામ દલિતોને હાકલ. ‘વંદન છે ભીમરાવ’માં વ્યક્ત થયેલ વાસ્તવિક ચિત્ર વગેરેને પામવા હું ભાવકને કવિતા તરફ પ્રયાણ કરવાનો શ્રેષ્ઠ માર્ગ સુચવું તો આકસ બાકસ વાતોને ટાળી શકું.
૦૦૦
થોડુંક દલિત કવિતા વિશે ઃ-
છેલ્લા અડધા દશકાથી લખાતી દલિત કવિતામાં સમાજ પ્રત્યેની ભાવના નિષ્ઠા ભરપેટ વહી છે. દલિત કવિઓએ ર્જીષ્ઠૈટ્ઠઙ્મ ેંૅઙ્મૈંકદ્બીહંની પ્રક્રિયાની પાસે રચાયેલ ઝાળાંને ઉકેલવાનું મોટેભાગે અવિરત કામ કર્યું છે. એમની કવિતામાંઇટ્ઠષ્ઠૈટ્ઠઙ્મ ્રીદ્બી’ લોહીમાંના લાલ રંગની જેમ વણાયેલું છે. સામાજિક વાસ્તવિકતા સાથે કવિનું પોતાપણું જોડાયેલું છે. (ૈંહર્દૃઙ્મદૃીદ્બીહંર્ ક ૅીર્જિહટ્ઠઙ્મ ુૈંર ર્જષ્ઠૈટ્ઠઙ્મ ીિઙ્મૈંૈીજ), જેથી એમની કવિતાને સમજવા-પામવા તેમના સમાજની વાસ્તવિકતા તદ્ઉપરાંત તે કવિની ર્આિથક, સાંસ્કૃતિક અને સામાજિક પરિસ્થિતિથી વાકેફ થવું જરૂરી છે. નહીંતર તેમની દલિત સાહિત્ય પ્રવૃત્તિને અન્યાય થવાની શક્યતાઓને નકારી શકાય નહીં. (આ માટે એમની છષ્ઠેંી ટ્ઠિષ્ઠી ર્ષ્ઠહજર્ષ્ઠૈેજહીજજ કીીઙ્મૈહખ્તર્ ક કટ્ઠઙ્મઙ્મીહ ષ્ઠટ્ઠજંી જેવું તથા બીજા સામાજિક દૂષણો કારણભૂત છે.)
શ્રી યશવંત દોશીએ પોતાના લેખ “કંઠીબધ્ધ સાહિત્ય અને લોકશાહી”માં ઉલ્લેખ કર્યો છે કે, ‘… એને કોઈ વર્ણદ્વેષ કહે તોય એ અન્ય પ્રકારના વર્ણ દ્વેષનો પ્રત્યાઘાત જ છે.’ અને તેથી જ દલિતપીડિત કવિઓ સામાજીક રીતે પ્રતિબધ્ધ છે. જો કે, દલિત કવિતામાં દલિત કવિઓની ચોક્કસ દૃષ્ટિ રહેલી છે તે કેવળ દૃષ્ટિ જનથી પણ પરિપક્વ – રચનાત્મક સૂઝ (ર્ઝહજંેીિષ્ઠંૈદૃી દૃૈર્જૈહ) છે.
દલિત કવિઓએ કોઈની ‘માન્યતા પ્રમાણપત્ર’ની અપેક્ષા રાખ્યા સિવાય સમાજાભિમુખ આ સાહિત્યિક ચળવળને ઉત્તમાંશોત્મક સાહિત્ય સર્જન કરી મજબૂત બનાવવાની મોટી જવાબદારી પોતાના શિરે વહન કરવાની છે. સામે દીવાલ હોય તો એને ભેદવી પડે – માર્ગ મોકળો કરવા, દલિત સાહિત્યની ગણતરીપૂર્વક ઉપેક્ષા થઈ રહી છે ત્યારે દલિતકવિઓએ આવી બાદબાકીના ગણિતથી સાવધ બનવું આવશ્યક છે. માનવજાતના મૂલ્ય સંદર્ભે રચાતા સાહિત્યની અવગણના એ માનવજાતનું અપમાન છે. શ્રી ઉમાશંકરની રજૂઆત મુજબ એક, સાહિત્યની, એ જીવનની સમાજની પ્રગતિને પોષક છે કે નહીં એ દ્રષ્ટિએ કસોટી થવી જોઈએ. અને બીજું, જીવન વિરોધી તત્વો સાહિત્યના આસ્વાદમાં પણ બાધક નીવડે છે. (વિવેચનનું વિવેચન – જયંત કોઠારી)
અને છેલ્લે આપણા રાષ્ટિ્રય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીને યાદ કરું ત્યાં તો શંકર પેન્ટરનો જ નહીં બલ્કે દલિત સાહિત્ય સંઘનો, લ્યો ઓલ્યો બૂંગિયો વાગે….!’


૧૪ એપ્રિલ ૧૯૮૪       – હરીશ મંગલમ્
અમદાવાદ       ‘બૂંગિયો વાગે’માંથી

No comments:

Post a Comment