વેઠિયા મજૂર અમે વેઠિયા મજૂર !
રાત-દિ’ ગુલામીની જીરે હજૂર !
વેઠિયા મજૂર અમે બંધવા મજૂર !
જી રે હજૂર.. જી રે હજૂર.. !
વર્ષોથી વારસાઈ હક્ક અમને મળ્યો,
શેઠીયાના ચોપડાનો અંગૂઠોયે ના ટળ્યો !
જન્મ્યા એ અમારો જાણે થઈ ગયો કસૂર
વેઠિયા મજૂર અમે બંધવા મજૂર !
જી રે હજૂર.. જી રે હજૂર.. !
ખૂન પસીનો ખેતરોમાં જીંદગી ભર વહ્યો,
મુઠ્ઠી દાણો બાળુડાના તાંસળામાં ના રહ્યો !
હક્ક માંગે જમીનદાર બનતો કાળઝાળ ક્રૂર.
વેઠિયા મજૂર અમે બંધવા મજૂર !
જી રે હજૂર.. જી રે હજૂર.. !
કાયદાઓ કરનારા ને તોડનારા કોણ છે ?
ગરીબોના દેશમાં આ ગરીબો તો ગૌણ છે !
રાજદ્વારી – શેઠીયાનો ભેગો વાગે સૂર
વેઠિયા મજૂર અમે બંધવા મજૂર !
જી રે હજૂર.. જી રે હજૂર.. !
અભણ, અજ્ઞાન, અસંગઠીત છીએ અમો,
ઉઠાવી ગેરલાભ શ્રમ ચોરીને તમો જમો !
જાગીશું તો કરશું અમે ક્રાંતિ જરૂર !
વેઠિયા મજૂર અમે બંધવા મજૂર !
જી રે હજૂર.. જી રે હજૂર.. !
રચનાકાળ ઃ- ૧૯૬૮
રાત-દિ’ ગુલામીની જીરે હજૂર !
વેઠિયા મજૂર અમે બંધવા મજૂર !
જી રે હજૂર.. જી રે હજૂર.. !
વર્ષોથી વારસાઈ હક્ક અમને મળ્યો,
શેઠીયાના ચોપડાનો અંગૂઠોયે ના ટળ્યો !
જન્મ્યા એ અમારો જાણે થઈ ગયો કસૂર
વેઠિયા મજૂર અમે બંધવા મજૂર !
જી રે હજૂર.. જી રે હજૂર.. !
ખૂન પસીનો ખેતરોમાં જીંદગી ભર વહ્યો,
મુઠ્ઠી દાણો બાળુડાના તાંસળામાં ના રહ્યો !
હક્ક માંગે જમીનદાર બનતો કાળઝાળ ક્રૂર.
વેઠિયા મજૂર અમે બંધવા મજૂર !
જી રે હજૂર.. જી રે હજૂર.. !
કાયદાઓ કરનારા ને તોડનારા કોણ છે ?
ગરીબોના દેશમાં આ ગરીબો તો ગૌણ છે !
રાજદ્વારી – શેઠીયાનો ભેગો વાગે સૂર
વેઠિયા મજૂર અમે બંધવા મજૂર !
જી રે હજૂર.. જી રે હજૂર.. !
અભણ, અજ્ઞાન, અસંગઠીત છીએ અમો,
ઉઠાવી ગેરલાભ શ્રમ ચોરીને તમો જમો !
જાગીશું તો કરશું અમે ક્રાંતિ જરૂર !
વેઠિયા મજૂર અમે બંધવા મજૂર !
જી રે હજૂર.. જી રે હજૂર.. !
રચનાકાળ ઃ- ૧૯૬૮
No comments:
Post a Comment