Sunday, March 29, 2015

ઓ , તમારી બુનના ધણીઓ

અલ્યા શઉકારો,
એક તો તમારું શેતર શેઢું
બળધીયું મર ઈન્ય તોંણું
કોહ ફાટ્ટ તાંણ થીંગડુંં દઉં
તમારી બાયડીની સપાટો અને જોડા હાંધુ !
દાડીયો થઈનેય્ તમન દોંણા ભેળા કરૂં
હારૂં લગાડવા ઈમણીમય
તમારી ભૈંઠ વગરની વાતમાં
હી… હી… હી… કરૂં
હોમા આવો, એટલ્ અવળો ફરીને આઘો ખહું.
તમન્ માશો બમણેલાનય્ ઘણા માંનથી બોલાવું !
પાસો,
તમારાથી બીયઈન્ મ્હાંય મૂતરી જઉં !
મારા ભઈલાંનો એક નંબરનો દશમન થૈ
અમારી માંયલી વાતો તમન્ પરોણે આલી જઉં !
તોય પેલા દાડે,
મુંયે કદીય ના ભાળેલી અનોમત
- એ તો કાળી-ગોરી, જાડી-પાતળી, લોંબી ટૂંકી
ખબર નહી !
એવી અજબગજબની અનામતો હળગાવવા/હટાવવા
તમારા વકરી જેલા વાંદરાઓન્
ફૂલવાડામાં મોકલતઅ્
તમન્ લગીરેય્ શરમ નાયી
ભઠ્ઠ પડ્યો ‘લ્યા,
તમારી બુનના ધણીઓ તમોનઅ્ !
રચનાકાળ ઃ-  ૧૯૮૧

No comments:

Post a Comment