જાણો છો’ લ્યા !
હું છું કોણ ?
એરોપ્લેનમાંથી હું હમણાં જ ઉતર્યો,
છેક દિલ્લી થી હું આયો સું !
તારી સીટ અનોમત
મેં જક્કથી ઝાલી
મારા ગુરૂજીના નકશે કદમ પર
ધોળી ટોપીને ઢીલાં ધોતિયે
કાયમ હું મસ્તીમાં મ્હાલું સું !
માઈક્રોગ્લાસે શોધું મરણને છાપે
પટ્ટોલના ગામે પહેલો પહોંચું
દિલસોજી દઉં થોક ભાવથી
મતગણિત મારું કદી હોય ના કાચું !
એમને મારું કામ પડે તો
દોટ્યું દઈ સામેથી શોધું
એ કરે બેસવા ખાટલે ઓફર
બીજા દલિતડા બહુ બોલકા ને ચાંપલા ભારે
એમની જેમ કદી સવર્ણોના ઓશિકે હું ના જાઉં !
બહુ બહુ તો મને પાંગોત જ પ્યારી. એ આૅમન્યા હું જાળવું સુ !
સીમ્બોલ મારો ગ્લાસ ગજવામાં
ઉજળિયાતને તો હું બહુ બહુ વ્હાલો !
કોઈ પણ કામે એ આવે દિલ્લી
સેવક થઈને સેવા બરાબર બજાવું સું !
ના, કામ કશું સંસદમાં રહેતું
અકરાંતી આંખે ઉંઘમાં ઘેરાવું
પેલા મોચીઓ આવે બ્હાર કે અંદર
(મારા બાપની બલા, ને મારે જુત્તે મારી !)
ઊંચા હાથ્થોથી કાયમ વધાવું સું !
વાળ વધે દાઢી – માથાના મારા
ગામ સલુને કોઈ ના કાપે !
સંસદ-રાજાની ના કોઈ રાડ ફરીયાદો
તેર ગાઉં નો પંથ પકડી
પેટ્રોલ પરજાનું હંુમ ઉડાડું સું !
પુના-કરારી બન્યો છું પુતળું
મનમાં હું શું કામ મુંઝાવું ?
કોઈ દલિત બચ્ચારાને મારી પડે જરૂરત
હું એમના કામમાં ક્યાંથી આવું ?
ઝાઝા વોટ તો બિન દલિતના ઝૂંટવું સું !
ભલે રહી અનોમત સીટ એ
તારા વોટે હું થોડા ચુંટાઉ છું ?
રચનાકાળ – ૧૯૮૪
હું છું કોણ ?
એરોપ્લેનમાંથી હું હમણાં જ ઉતર્યો,
છેક દિલ્લી થી હું આયો સું !
તારી સીટ અનોમત
મેં જક્કથી ઝાલી
મારા ગુરૂજીના નકશે કદમ પર
ધોળી ટોપીને ઢીલાં ધોતિયે
કાયમ હું મસ્તીમાં મ્હાલું સું !
માઈક્રોગ્લાસે શોધું મરણને છાપે
પટ્ટોલના ગામે પહેલો પહોંચું
દિલસોજી દઉં થોક ભાવથી
મતગણિત મારું કદી હોય ના કાચું !
એમને મારું કામ પડે તો
દોટ્યું દઈ સામેથી શોધું
એ કરે બેસવા ખાટલે ઓફર
બીજા દલિતડા બહુ બોલકા ને ચાંપલા ભારે
એમની જેમ કદી સવર્ણોના ઓશિકે હું ના જાઉં !
બહુ બહુ તો મને પાંગોત જ પ્યારી. એ આૅમન્યા હું જાળવું સુ !
સીમ્બોલ મારો ગ્લાસ ગજવામાં
ઉજળિયાતને તો હું બહુ બહુ વ્હાલો !
કોઈ પણ કામે એ આવે દિલ્લી
સેવક થઈને સેવા બરાબર બજાવું સું !
ના, કામ કશું સંસદમાં રહેતું
અકરાંતી આંખે ઉંઘમાં ઘેરાવું
પેલા મોચીઓ આવે બ્હાર કે અંદર
(મારા બાપની બલા, ને મારે જુત્તે મારી !)
ઊંચા હાથ્થોથી કાયમ વધાવું સું !
વાળ વધે દાઢી – માથાના મારા
ગામ સલુને કોઈ ના કાપે !
સંસદ-રાજાની ના કોઈ રાડ ફરીયાદો
તેર ગાઉં નો પંથ પકડી
પેટ્રોલ પરજાનું હંુમ ઉડાડું સું !
પુના-કરારી બન્યો છું પુતળું
મનમાં હું શું કામ મુંઝાવું ?
કોઈ દલિત બચ્ચારાને મારી પડે જરૂરત
હું એમના કામમાં ક્યાંથી આવું ?
ઝાઝા વોટ તો બિન દલિતના ઝૂંટવું સું !
ભલે રહી અનોમત સીટ એ
તારા વોટે હું થોડા ચુંટાઉ છું ?
રચનાકાળ – ૧૯૮૪
No comments:
Post a Comment