Saturday, March 28, 2015

મીલનો માૅંટી !

મર્યો નહીં મૂડીદાર, આ તો મીલનો માૅંટી !
કરી દીધાં કંગાલ, છીનવી રોજી રોટી !
મર્યો નહીં મક્કાર, આ મહાજનનો માૅંટી !
મારી પેટે લાત, ખેલે ગજબની ગોટી !
મર્યો નહીં મારફાડ, આ યુનિયનનો માૅંટી !
ચંદાની મ્હોંકાણ કાયમ ભરવા લોટી !
બ્હોળો આ પરિવાર, બચ્ચાં તલપે રોટી !
કોઈ ના દે ઉધાર દિ’ભર મારૂં દોટી !
ભાવિ ભર્યું અંધકાર ! આગ ભીતરની રોતી !
કરશું ક્યાં ફરીયાદ ? ખબર આવી તો ન્હોંતી !

રચનાકાળ ઃ- ૧૯૮૭

No comments:

Post a Comment