આજ આંગણિયામાં બૂંગિયો વાગે, ને વાગે નગારે ઘાવ
શૂરા કેમ સૂઈ રહ્યા છો ?
માવડી, બેનડી, દીકરી તારી, પાડતી ચીસા… ચીસ !
બ્હેરા કેમ થઈ રહ્યા છો ? – આજ ૦
તારા પસીનાએ ધાન ઉગાડ્યું ’લ્યા મે’નતમાં મળી ગાળ !
નમાલા કેમ બન્યા છો ? -આજ ૦
માટીગરાના ખોરડાં તારાં, બાળી બનાવ્યાં રાખ !
મર્દો કેમ જોઈ રહ્યા છો ? -આજ ૦
રાંક રહ્યા તેથી ભોગ બન્યા ’લ્યા, ગુમાવ્યા અધિકાર !
ગુલામીમાં કેમ રહ્યા છો -આજ ૦
ભીમસેનાના ભડવીરો ઓ, શ્રમજીવીઓના બેટડાઓ તમે, દઈ દયોને લલકાર !
કોની રાહ જોઈ રહ્યા છો ? -આજ ૦
રચનાકાળ – ૧૯૬૮

No comments:
Post a Comment