ફટ્ રે ભૂંડા ઓ…!
અમારી સેવાનું પ્રણ લઈને,
તમે બંગલાઓ, ચાકરો અને મોટરોના માલિક બન્યા !
અમારું પ્રતિનિધિત્વ કરીને
તમે સુંવાળી રાજગાદીઓ શોભાવી !
ધિક્કાર છે તમને…!
પાર્ટીની વફાદારીને નામે
અમારા હક્કોને ગળું દબાવી તમે ગુંગળાવી માર્યા ?
ચાલુ સત્રમાં ઊંઘતા ઊંઘતા પણ
આંગળી ઊંચી કરવાનું તમે કદીય ના ભૂલ્યા !
તમારા કડછાઓ,
તમારા વતી અમારા દુઃખ દર્દોમાં યુક્તિ-પ્રયુક્તિથી
કડદાઓ કરી ભૂખ્યાં વરૂની જેમ
અમને ફાડી ખાય તો પણ
તમારી આ પ્રપંચ-લીલાઓ સામે
અમારાથી “આહ…!” પણ શેં નીકળે ?
અમને મૂર્ખ બનાવવા રાજધાનીઓમાં.
થોડા “વાનર વેડા” કરી દેશ અને દુનિયામાં
અમારા પરમ ઉદ્ધારકની તમો સસ્તી પ્રસિદ્ધિ પામ્યા !
પરંતુ યાદ રાખજો…!
ઘણાં લોકોને થોડા સમય માટે મૂર્ખ બનાવી શકાય
થોડા લોકોને ઘણાં સમય માટે પણ જરૂર મૂર્ખ બનાવી શકાય.
જયારે,
બધા જ લોકોને બધા જ સમય માટે થોડા મૂર્ખ બનાવી શકાય ?
જરા લાજજો હવે,
બતરી લખણાઓ…!
રચનાકાળ – ૧૯૮૨

No comments:
Post a Comment