Saturday, March 28, 2015

લાલ બુજક્કડ્

આતમ ને પરમાતમ કેરી
ભ્રમિત વાતો મેલ ભગતડા.
વાદ વિવાદે શબ્દ સાખીએ
તંબુરાના તાર તૂટ્યા ’લ્યા
મંજીરા ને કાંસીજોડા
નરઘાં ફૂટ્યા કૂટી કૂટી ’લ્યા
લાલબુજક્કડ્
વાતો ફક્કડ્
જ્ઞાની કેરો ડોળ બતાવી
ભોળાજનને ભરમાવવાને
કપોલ કલ્પિત દંતકથાઓ
રોચક, યથાર્થ, ભયંકર વાણી
આખ્યાનોમાં સુંદર ઢાળી
ચોખ્ખા ઘી નો શીરો ઉડાવે !
પડ્યો પડ્યો પગચંપી કરાવે
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રમાં
શું જુદા આત્માને પરમાત્મા ?
જે ધર્મોએ દૂર હડસેલ્યા
તેની જ તેં ભાટાઈ કરી ’લ્યા !

રચનાકાળ ઃ ૧૯૬૫

No comments:

Post a Comment