ગામના રામમંદિરમાં
એ લોકો ,
તને તેનો ઓટલોય ચઢવા દેતા નથી,
પાંહેય્ ઢૂંકવાય્ દેતા નથી ! તારા પડછાયાના ભયથી.
જયારે
અયોધ્યા માટે અથડાવી દેવા
તારા માથે કેશરીયા કફન બાંધે છે ! અદકેરા ઉમળકા ભાવથી.
ગામ કૂવાના થાળા પરથી
એ લોકો,
તને ટીંપુ પાણી પણ કાઢવા દેતાં નથી
જયારે,
રામશીલા ને ગંગાજળની બાટલીઓ બઝાડી
પૂજન કરાવી
તારી પાસેથી પૈસા પડાવે છે ! રામમંદિર બાંધવા અયોધ્યામાં.
દુર્ગંધથી માથુ ફાટતા ઉકરડાઓ આગળ
એ લોકો,
તને ઘરથાળ ગાળાના મફત પ્લોટો પધરાવી
ગામથી દૂર હડસેલી કાયમથી હડધૂત કરે છે !
જયારે,
પાડોશી પરધર્મીઓ સામે ટકરાવવા
ત્રિશુળ, તલવાર ને ધારાળું ધારીયું ઝલાવે છે ! તને શહીદ કરાવવા કૌમી દંગલમાં.
ગામની હોટલ બહાર દૂર ખૂણામાં
એ લોકો,
એંઠવાડ પાસે ઊભા પગે ભોંય પર બેસાડી
‘ચા’ના ટૂટ્યાં ચપણીયા ધોવરાવે છે !
તેં થુવેરીયાની બખોલમાં ગઈકાલે
એંઠા સંતાડ્યા હતા તે !
જયારે,
વોટબેંકની ગળાકાપ સ્પર્ધા ટાણે
ારા વીરા,
તને છડીદાર ની ઉપમા આપી, રામની સેનામાં વનવાસી ‘હનુમાન’ની જેમ
‘અનુસૂચિત જાતિ સેલ’નો સુપર સ્ટાર ગણાવે છે ! એમની લંકા જીતવા.
પાર્લામેન્ટમાં પડાપડી કરી બધા જ પક્ષોેના કટટર જાતિવાદીઓ,
અનામતોની જાળવણીનો અદ્ભૂત દંભ આચરે છે !
પછી,
અનામત જાતિ હુલ્લડો ઊભા કરાવતાં એ જ આ નરાધમો
ખુરશી બચાવવા શેરીઓ સળગાવે છે ! બાબાનું બંધારણ બદલવા.
ગરીબી અને અજ્ઞાનતામાં,
એ લોકો રોજ રોજ પળેપળ તને પગમાં પીલતા રહ્યા છે !
જયારે,
સામાજિક ન્યાયના સ્હેજ સળવળાટે
સોમનાથથી અયોધ્યા સુધી મંડળ દૃ/જ કમંડળ કમળયાત્રાઓ કાઢે છે !
મુર્ખાઓને આત્મદાહ કરાવવા
એ લોકો, સત્તામાં ભાગીદારી સાંભળી
તારો ત્યાં કોઈ ‘સગલો’ જજ નથી એટલે
સુપ્રિમના દરવાજાઓ ખટ્ખટાવે છે !
જયારે,
કોમી તબાહી ટાંણે કાખલીયો કૂટી
દંગલમાં વધેરાયેલી દલિત લાશો પર આજના ઈન્ફોેટેક યુગમાં,
મીડીયામાં ચારો તરફ રોક્ક્ળ કરી બળતામાં ઘી હોમી,
બહુ મજેથી રાજકારણના પૌંઆ પકાવે છે !
બોરબોર બનાવટી અખબારી આંસુ ટપકાવી
એ લોકો,
ગરીબોને ગરીબો સામે ગર્જા લેવડાવી ઘુરકીયા કરાવી
આપસમાં યોજનાપૂર્વક અથડાવી મારે છે ! તેમનું કલેજુ ઠંડુ કરવા.
જયારે,
અનામત આંદોલનોની આડમાં બાબાના બાવલાઓને રસ્સાઓ બાંધનારાઓ
આજે રાજગાદીઓ પર ચઢી જઈ દલિતોને દિલ ભરી ‘…દુ’ બનાવે છે !

No comments:
Post a Comment