(રાગ ઃ- આંધળી મા નો કાગળ)
પાટણ પુરમાં પાણીડા ખૂટ્યાને, સઘરો’ મનમાં મુંઝાય !
કૂવા તળાવને વાવ સૂકાણા, પંખીડા તરફડ્ થાય !
આવ્યા એવા કારમા દા’ડા ! ખોદયા એના નડીયા ખાડા !
કારણ એનું પૂછતા કહ્યું, જોષીએ જોઈને જોષ,
ભોગ માગે આ ભૂમિ ભારે, બસ એટલો છે એક દોષ.
બત્રિશ લખણો માનવી મળશે ! સરોવરમાં પાણીડા વળશે !
સાત સાત દિ’ના વ્હાણા વાયા ને, મુર્હત્ નજદીક થાય,
ચોરે ચૌટે અને ઘર ઘર એની, એ જ વાતો ચર્ચાય.
ગૌરવ ગામ તણું હણાશે ! શૂરૂ શહેર હીણું ગણાશે !
વણકરવાસમાં “માયા વણકર”ને મનમાં સંકલ્પ થાય,
અવસર આવો આવે ના બીજો, લોક હિતે જીવ જાય.
હતો સંત શાળવી માયો ! વંદન યોગ્ય જનની જાયો !
છાંયડાથી જેની છેટો ફરતો, આ હિન્દુ સમાજ અભડાય !
યોગી અમારા ‘મેઘ માયા’નું લોહી પાણીમાં સિંચાય !
એવા પડ્યા પાણીડાં કોઠે ! આભડછેટ રાખતો હોઠે !
ધન્ય ધન્ય દિન મહાસાતમનો ને, ધન્ય માયા તારૂં કાજ,
સમાજ કાજે શહીદ બન્યા તમે ‘શંકર’ના શીરતાજ.
આજે અસ્મિતા છે ઊંચી અમારી, માયા મહેરબાની તમારી !
રચનાકાળ ઃ- ૧૯૭૪

No comments:
Post a Comment