બેઠા બેચાર મોટીયારા મજેથી,
તળાવ પાંહે,
ઘટાદાર વડવાઈની છાંયે.
મેલાં ધોતિયાં મૂછો ફાંકડી અણિયાળી ’લ્યા,
પહેરણ ફાળીયું કદી ના ધોયું અંગ ઉપરનું,
અધમણ આંજેલા પીયા પાંપણે મેંશની માફક !
બેહો બાજુમાં, તો ઉબકાં ઉપડે !
કાળા કલૂટાં, ભારે ભૂંડા, બિહામણાં ભાસે ;
શીહા ચઢેલા રગે રગ રમતાં !
કચકચાવી,
ધોકા-કાત્યાૅર સજયા કાખમાં ઉપરણે બાંધી.
એકલવ્યથી નિશાનો અદકાં દોડ્યાં હાંહલા પલભરમાં પાડે !
હોલા કબૂતર આકાશેથી નીચે ઉતારે !
બાપ દાદાએ વારસામાં દીધેલી.
કટઈ ગયેલ તલવારો બુઠ્ઠી
ઉપરના અડધાં મેંણ તૂટેલા !
છરી ભેટ્યમાં સંતાડી રાખેલી છાની
વાતે વાતે ઉંહકારા કરતાં ઈન્ન ઘાલું !
દૂર કિનારે,
તળાવ તરફે પગરવ ભાસે !
ભારેખમ ઢેફું ત્યાં ખસતાં ભારે
ફૂટ્યો રેતે, એક અચાનક અંત્યજ ત્યાંથી !
‘નેનડીયા’ તું ચ્યમ નેંકળ્યો માંયથી ?
’લ્યા આટલી બધી થઈ છ્ હવ્વઅ્ મજાલ તારી ?
શું તુંએ અમારું આ તળાવ અભડાયું !
દિયોર્ તુંએ માંય જઈ પોંણી પીધું ?
વૈણ્યાં વૈણ્યની બેટી સો’ તેં તોડી આૅમન્યાં !
જીવતો ના મેલીયે તન્ હવઅ્ જરીકે
કમરે સંતાડેલી સૌએ છરીઓ કાઢી
બે અડબોથે ઈન્ ઉંધો વાળ્યો !
ભૈશાબ, માં બાપ, મુંયે ચ્યાંય પોંણીબોંણી નથી પીધું.
કે મુંયે નથી ચાંય તળાવ અભડાયું !
હવઅ્, તમે મારો નઈ તો વાત કઉં હાચ્ચે હાચ્ચી !
પેંટમાં ઉપડી’તી ચૂંકો મારા, એટલ હું તો જયો તો અંદર.
બાપના બોલથી સોંગદ તમારા પાંણી બોંણી મુંયે ચ્યાંય નથી પીધું ભૈ !
ઈમાં એકલી ઈન્ જ ધોઈ આયો સું માંય જઈ
‘જા…! જા ’લ્યા…! જવાદ્ ઈન્ન !
બાપડા એ નથી આપણું તળાવ અભડાયું ! ઈને તો એકલી ઈન્નજ ધોઈસ્ !
બાપડો આ તો હાવ સ્ હાચ્ચો, ઈને ચ્યાં માંય પોંણી-બોંણી સઅ્ પીધું ?
હાહરા, પુછ્યા વણ જો હવ્ જતો ના અંદર
બેટ્ટીચલાક્ અમે તો સીયે બહુ બહાદૂર બંકા
અગમ નિગમે અમારા જ વાગસ્ ડંકા !
જા થોડી વધી હોય તો ધોઈ આય જઈ અંદર.
ઉંહઅ્… અમારો હકમ આંય કોયના અંડોળ્ !
બોલ તો ખરો દિયોર, સ્ કોઈ મરદ નો બચ્ચો
ઊભો ન્ ઊભો વાઢી નાસીયે, આંય ન્ આંય !
જો જે હવ્ માંય જઈ પોંણીબોંણી ના પીતો !
આ દિયોરે ખોટો માર જ ખાધો
વે’લો ભસ્યો હોત તો કાંય ખબર-બબર પડત્ નઅ્ !
કાંય તળાવ આપણું ઈમ્ અભડૈય જાય એવું સઅ્ ખરું ?
ઈન્ન ઘાલું,
અમે આંયના ગાૅંમધણી ’લ્યા હાચ્ચા !
ઈમણીમ અમોએ આ હથિયારો નથી બાંધ્યા ’લ્યા ?
ભામણ દેવે,
ધરમ હાચવવા શાસ્તરમાં અમોન જ કીંધું’સ્
અમે વ્હોર્યુંસ્ ધર્માદુ કામ આ
કારણ અમે સૈયે આંયના ગોમ્મ ધણી ’લ્યા !

No comments:
Post a Comment