આમ તો
તું અને હું સરખા જ પટ્ટોલ !
જાડી કોરનો તારો જારનો રોટલો
મારા રસોડે રંધાતું ચોપડી ખાવાનું શાક
ધૂમાડાથી આંખો સુજેલી તારી અર્ધાંગિની
મારો છાણ લીંપેલો ચૂલો ચોકો
ઢોર મૂતરે ગંધાતું તારૂં ઢાળીયું,
મારો ઉકરડે મ્હેંકતો કૂબો !
દૂણીમાં છાકતી તારી અઠવાડીયાની ઉતરેલી છાસ,
અને એવી છાસમાં મારે ચૂલે પાકતી ઘેંશ.
માંકણોથી ખદ્બદ્ તારી આંણ તૂટેલી ખાટલી,
મારા પરસેવાથી ગંધાતું મારૂં ગોદડું !
તારૂં ફાટ્ટેલું ફાળીયું,
થીગડાં માર્યા વિનાનું મારૂં થેપાડું !
તારૂં ને મારૂં ’લ્યા બધું જ સરખું.
તારા મરશીયા,
મારા ફટાણા,
તારૂં ચ્યમ સ્ !
મારૂં કૂણ સ્ !
તું વાણીયાનો વેઠીયો ને હું તારો હાઆથ્થી ભાજીજીઓ
તારૂં મંદિર ગોમમાં,
મારી ડેરી મારા વાહમાં !
તારી અંબા ને ઉમિયા,
મારી ચેહર ને ચામુંડા !
તારો વીર,
મારો રામદેવપીર !
તારી સધી ને મારૂં શીકોતર.
તારા તહેવાર ને મારા વહેવાર,
તું શુદ્ર હું પંચમ્વર્ણો અતિશુદ્ર.
છતાંય
તું ગાૅંમમાં / હું ગાૅંમ બ્હાર !
ખેતરમાં મજુરીએ સાથે,
જયારે જમવામાં આપણે આઘા.
તુંય મારા જેવો મેલો છતાંય કહેવાતો ઉજળો (ઉજળીયાત)
તું તારી જાતે જ તને સમજે ઊંચ !
અને હું મને ગણું નીચ !
શહેરમાં તારા દીકરા દુકાન ધંધો કરે,
દાક્તર વકીલ ને જજ બને / પરદેશે જઈ ડોલરને ગળચે.
મારા ટાબરીયા,
ગાૅંમમાં તારા ઢોરાંના કાયમ પૂંછડા આંબળે !
ભીખની દૂણીમાં છાશ જ માંગે.
મારા બાવડાની મહેનત તારા ખળાં ને ગંજ બજારો ભરે
તેમાંથી તું રૂપિયા રળે
પરસેવો પાડે ય મારા ટંક ગળે
મારૂં અર્હિનશ અપમાન,
પળે પળે જીવતું દોજખ
તને તો ક્યાંય ના સાલે !
આમ તો તું અને હું બન્ને સરખાં,
આઝાદ ભારતના આપણે ગામઠી ગુલામ-ગમાર.
ચાલ,
આજથી નૂતન યુગમાં ડગલાં ભરીએ
સમતા, સ્વતંત્રતા અને બંધુતા માટે.
નવભારતના બહુજન થઈને !
રચનાકાળ ઃ ૧૯૯૦
સૌજન્ય ઃ- વોઈસ ઓફ ધી વીક – ગુજરાતી
તું અને હું સરખા જ પટ્ટોલ !
જાડી કોરનો તારો જારનો રોટલો
મારા રસોડે રંધાતું ચોપડી ખાવાનું શાક
ધૂમાડાથી આંખો સુજેલી તારી અર્ધાંગિની
મારો છાણ લીંપેલો ચૂલો ચોકો
ઢોર મૂતરે ગંધાતું તારૂં ઢાળીયું,
મારો ઉકરડે મ્હેંકતો કૂબો !
દૂણીમાં છાકતી તારી અઠવાડીયાની ઉતરેલી છાસ,
અને એવી છાસમાં મારે ચૂલે પાકતી ઘેંશ.
માંકણોથી ખદ્બદ્ તારી આંણ તૂટેલી ખાટલી,
મારા પરસેવાથી ગંધાતું મારૂં ગોદડું !
તારૂં ફાટ્ટેલું ફાળીયું,
થીગડાં માર્યા વિનાનું મારૂં થેપાડું !
તારૂં ને મારૂં ’લ્યા બધું જ સરખું.
તારા મરશીયા,
મારા ફટાણા,
તારૂં ચ્યમ સ્ !
મારૂં કૂણ સ્ !
તું વાણીયાનો વેઠીયો ને હું તારો હાઆથ્થી ભાજીજીઓ
તારૂં મંદિર ગોમમાં,
મારી ડેરી મારા વાહમાં !
તારી અંબા ને ઉમિયા,
મારી ચેહર ને ચામુંડા !
તારો વીર,
મારો રામદેવપીર !
તારી સધી ને મારૂં શીકોતર.
તારા તહેવાર ને મારા વહેવાર,
તું શુદ્ર હું પંચમ્વર્ણો અતિશુદ્ર.
છતાંય
તું ગાૅંમમાં / હું ગાૅંમ બ્હાર !
ખેતરમાં મજુરીએ સાથે,
જયારે જમવામાં આપણે આઘા.
તુંય મારા જેવો મેલો છતાંય કહેવાતો ઉજળો (ઉજળીયાત)
તું તારી જાતે જ તને સમજે ઊંચ !
અને હું મને ગણું નીચ !
શહેરમાં તારા દીકરા દુકાન ધંધો કરે,
દાક્તર વકીલ ને જજ બને / પરદેશે જઈ ડોલરને ગળચે.
મારા ટાબરીયા,
ગાૅંમમાં તારા ઢોરાંના કાયમ પૂંછડા આંબળે !
ભીખની દૂણીમાં છાશ જ માંગે.
મારા બાવડાની મહેનત તારા ખળાં ને ગંજ બજારો ભરે
તેમાંથી તું રૂપિયા રળે
પરસેવો પાડે ય મારા ટંક ગળે
મારૂં અર્હિનશ અપમાન,
પળે પળે જીવતું દોજખ
તને તો ક્યાંય ના સાલે !
આમ તો તું અને હું બન્ને સરખાં,
આઝાદ ભારતના આપણે ગામઠી ગુલામ-ગમાર.
ચાલ,
આજથી નૂતન યુગમાં ડગલાં ભરીએ
સમતા, સ્વતંત્રતા અને બંધુતા માટે.
નવભારતના બહુજન થઈને !
રચનાકાળ ઃ ૧૯૯૦
સૌજન્ય ઃ- વોઈસ ઓફ ધી વીક – ગુજરાતી
No comments:
Post a Comment