Saturday, March 28, 2015

વંદન છે ભીમરાવ !

વંદન છે ભીમરાવ ! તુજને,
વંદન છે ભીમરાવ !
સદીઓથી શોષાતા બાંધવ,
રહેતા ગામની બહાર રે…
પશુઓથી પણ હીન ગણાતા,
અડવાથી અભડાય રે ! અડવાથી અભડાય રે અડવાથી અભડાય….!
વંદન છે ભીમરાવ ! તુજને, વંદન છે ભીમરાવ !
રામકૃષ્ણને ભજતાં ભજતાં,
જીવન વિતાવે જાય રે….
એ પ્રભુના મંદિરમાં પણ
પ્રવેશબંધી અન્યાય રે ! પ્રવેશબંધી અન્યાય રે  પ્રવેશબંધી અન્યાય….!
વંદન છે ભીમરાવ ! તુજને, વંદન છે ભીમરાવ !
ઊંટ, ગધેડાને પાણી માટે,
જળાશયો બંધાય રે….
માનવકુળના એ દલિતભાઈને,
પાણીની તો લ્હાય રે ! પાણીની તો લ્હાય રે ! પાણીની તો લ્હાય….!
વંદન છે ભીમરાવ ! તુજને, વંદન છે ભીમરાવ !

પીડિતોનો પયગમ્બર સાચો,
પ્રગટ્યો પીડિતોની મ્હાંય રે….
કોટી વંદન “શંકર” કરે,
જેનું અમર યુગયુગ નામ રે ! અમર યુગયુગ નામ રે ! અમર યુગયુગ નામ ….!
વંદન છે ભીમરાવ ! તુજને, વંદન છે ભીમરાવ !

રચનાકાળ ઃ- ૧૯૬૨

No comments:

Post a Comment