Friday, March 27, 2015

એક ‘વોઈસ ઓફ ધી વીક’ શ્રી શંકર પેન્ટરે શરૂ કરેલ માસિક મુખ્યપત્ર હતું. દલિતો માટે ધારદાર કલમોમાંથી દલિત વાસ્તવ, મનોવાત્સવ, જીવનમૂલ્ય અને વિશિષ્ટપણાથી ભરપૂર વિચારસામગ્રી તેમાં નિરૂપાતી હતી, કે જેના વાચનથી પ્રત્યેક દલિત નાગરિક પોતાના અવાજને બુલંદીઓના શિખરે પહોંચવાૃ માટેની લોખંડી બૌદ્ધિક ક્ષમતા પ્રાપ્ત કરતો.
આ માસિકપત્રનું ‘વોઈસ ઓફ ધી વીક’ શિર્ષક જ જાગૃતિના સંકેતો આપતું પસંદ થયું છે, એની શરૂઆત કરાનારા મહાનુભાવોએ એનું નામ ‘અઠવાડિયાનો અવાજ’ કે ‘સપ્તાહ અવાજ’ એવું ફક્ત ગુજરાતી નામ નથી રાખ્યું બલ્કે એના અક્ષરો ગુજરાતી પણ ભાષા અંગ્રેજી ‘વોઈસ ઓફ ધી વીક’ રાખ્યું છે. એનો અર્થ થાય કે હવે દલિત સમાજ ભારતીય ભાષાઓથી લઈને વિદેશીભાષા સુધી સમજતો થઈ ગયો છે. હવે તે ઉપજાવી કાઢેલ ગોળ વર્તુળ પૂરતો સીમિત રહ્યો નથી. આ વાસ્તવિકતાનું સાક્ષાત દર્શન કરાવે છે. ઉીટ્ઠા એટલે ગરીબ-નબળો.
આ માસિક મુખપત્ર શરૂ કરવાનો મતલબ સ્પષ્ટ કરતાં તેના તંત્રી જણાવે છે કે ‘‘જેમ નર્મદે ‘હું તારે ખોળે છઉં’ કહીને લેખનને અગ્રક્રમ આપ્યો હતો એમ ‘હમારા ગુજરાત’ માટે અમારી લેખિનીને બાબાસાહેબને ખોળે મૂકવાનો અગ્રતાક્રમ આપીએ છીએ. આંબેડકર શતાબ્દી વર્ષમાં બની રહેલા મનહુસ… ગોઝારા અને ઘાતક બનાવોના સંદર્ભમાં તથા બાબાસાહેબના જન્મ શતાબ્દી વર્ષને ખૂનથી ખરડનાર ખૂનરેજોને ખુલ્લા પાડવાની ખૂબ જરૂર છે. આજે એના માટે જરૂરી છે સાચા ગુજરાતની અસ્મિતા પ્રગટાવવાની. ગુજરાતની ચોથી જાગીરના જાગીરદારો, મૂડીદારો અને સામંતી બંને ચેતનાના શિકાર બનીને પીળા પચરક પાનાઓની પસ્તી સુવર્ણ કચરાપેટીમાં ઠાલવી રહ્યા છે, ત્યારે નાના પાયે ચાલતા મેગેઝીનો ‘ઘર દીવડા શું ખોટા’ કહીને વધાવવાની સાથે અમે પણ અમારી આ ઘરજયોત પેટાવીએ છીએ. ‘બહોત અંધેરા હૈ’ના આશીર્વાદને ઓળખવા અને ઓળખાવવા આપણા દર્દનો આ સંબંધ વધુને વધુ ગહરો બને અને એના સ્વરૂપની પહેચાન પ્રાપ્ત થાય, એ માટે અમો શરૂ કરીએ છીએ આ નાનું સામયિક.’’ આ શબ્દો માસિકપત્ર શરૂ કરવામાં સમાજના પ્રત્યેક વ્યક્તિ માટેની લાગણી અને પ્રગતિરૂપી સભાનતા ઈચ્છતા સ્પષ્ટને સજજ, શુદ્ધ ને કટિબદ્ધ સંદેશ વ્યક્ત કરે છે.
આ માસિક મુખપત્રના મુખપૃષ્ઠ પર પસંદ કરેલ સિમ્બોલ પણ સૂચક છે. સિમ્બોલની અંદર ઉપરની બાજુએ ખૂણાના ભાગે એક લઘરવઘર માંયકાંગલો થઈ ગયેલ દલિત પુરુષનું પાત્ર ચિત્રાયું છે. એ પુરુષના પેટ જાણે કેટલાય વરસની ભૂખની ચાડી ખાતું હોય એમ ખાડા આકારે અંદર ઊંડું ઉતરી ગયેલું જોવા મળે છે. આ પુરુષના ઊંચા કરેલ એક હાથમાં સાવરણો પકડેલો જોવા મળે છે. એના માથે ચિંથરું બાંધેલને મુખ પર વધી ગયેલી દાઢી જાણે તેની ગરીબાઈની અંચ્યા ખાતું હોય એમ દર્શાવાયું છે. એના આખા શરીરમાં ફક્ત ગુપ્તાંગ ઢાંકતી પોતડી લપેટાયેલી છે. તે અધઊભા ટાંગે પોતાનો બરાડા સ્વરૂપને અવાજ દેતો હોય એ રીતે દર્શાવ્યો છે. બીલકુલ એની સામેની બાજુએ સિમ્બોલની અંદરના નીચેના ખૂણામાં ગોળવર્તુળમાં અસંખ્ય દલિતોના નિર્બળ લોકોનું ઝૂંડ બતાવ્યું છે ને ‘વીક’ શબ્દમાં ‘વી’ની દીર્ધ કરેલી લીપિની સંજ્ઞા લંબાઈને આ ગોળ વર્તુળમાં દર્શાવેલ લોકોના ઝૂંડ પર કલમ આકારે અંકાઈ છે. સંપૂર્ણ સિમ્બોલને કેસરી રંગ સાંકેતિક અર્થ ફલિત કરતો રંગવામાં આવ્યો છે. સિમ્બોલના બાજુના ભાગે દલિતોના ઈશ્વર ડાૅ. ભીમરાવ આંબેડકરની સુંદર તસવીર મુદ્રિત કરેલ છે.
આ માસિકપત્ર તા. ૬/૧૨/૧૯૯૦ની સાલમાં દિલ્હીથી અંગ્રેજીમાં પ્રકાશિત ‘ર્ફંૈંઝઈર્ ંહ્લ ્ૐઈ ઉઈછદ્ભ’ની પ્રથમ ગુજરાતી આવૃત્તિરૂપે ‘નિર્બળ લોકોનું મુખપત્ર, વોઈસ ઓફ ધિ વીક’નો પ્રથમ અંકર ‘માસિકપત્ર’ના સ્વરૂપે, એના માનદ્તંત્રી શ્રી શંકર પેન્ટર અને શ્રી સાહિલ પરમારના સંયુક્ત ઉપક્રમે એના માનદ્  સંરક્ષક શ્રી જી.બી.પરમારના સાનિધ્યમાં પ્રકાશિત થયો હતો. ‘તંત્રી’ સંપાદકીય અને પ્રકાશન કાર્ય સંપૂર્ણ માનદ્ અવેતનીય અને અવ્યવસાયિક એવી નોંધ પણ મૂકવામાં આવી હતી. તેનો આર.એન.નંબર ૪૦૫૪૦/૮૩ અને રજી પો. નંબર જી.એમ.એચ. ૧૮૦ હતો. તેની કિંમત ૧ રૂપિયો હતો. આ માસિકપત્ર ગુજરાત પ્રદેશ – ૧, ઉમિયા શોપિંગ સેન્ટર, હાઈવે મહેસાણાથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ માસિકપત્રના અંકોમાં પાનાની સંખ્યા અનિશ્ચિત હતી. તેનો પ્રથમ અંક ૮ (આઠ) પાનામાં હતો.
આ માસિકપત્ર ‘વોઈસ ઓફ ધી વીક’ના પ્રથમ અંકનું વિમોચન તા. ૮-૧૨-૧૯૯૦ના શુભદિવસે મહેસાણા દૂધ સાગર ડેરી હોલમાં વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં ગુજરાત રાજયના તે સમયના શિક્ષણમંત્રી ડાૅ. કરસનદાસ સોનેરીના શુભહસ્તે થયું હતું ને તેમાં ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર ડાૅ. રઘુવીર ચૌધરીએ હાજરી આપીને સમારંભને શોભાવ્યો હતો. તે પછીના અંકમાં તેના અનેક આવકાર સંદેશાઓ ખ્યાતનામ મહાનુભાવોના ‘પડઘો’ શીર્ષક તળે પ્રકાશિત થયા હતા. તેમાં મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ પટેલ, શ્રી કરમશી મકવાણા, શ્રી મધુકાન્ત કલ્પિત, ડાૅ. ેશુભાઈ દેસાઈ, શ્રી ગૌત્તમ ગોહિલ વગેરે હતા.
આ માસિકપત્ર એના ત્રીજા અંકથી નવા સુધારાવધારા પામતું પ્રગતિની કેડીઓ કંડારતું આગળ વધે છે તેના મુખપૃષ્ઠમાં શરૂશરૂના અંકોમાં ‘નિર્બળ લોકોનું મુખપત્ર’ છપાયું હતું તે પછી ‘મહેનતકશ લોકોનું મુખપત્ર’ છપાયું. ઉપરાંત ‘વોઈસ ઓફ ધિ વીક’ મુખ્ય શીર્ષકમાં ‘ધી’ની જોડણી સુધારી ‘ધી’ છપાયું. સંપૂર્ણ સિમ્બોલ મધ્યમ કદમાં સુધારી સ્પષ્ટ દેખાય એમ આછા ચિત્રોમાં દરેક જાતિ અને ધર્મના ચિત્રોમાં પેલો દુર્બળ એક હાથમાં મશાલ અને એક હાથમાં ઝાડુવાળો પુરુષ પણ મૂકવામાં આવ્યો. બાજુમાં ડાૅ. આંબેડકરની તસવીર છપાવી અનિયમિત બની. સિમ્બોલનો રંગ કેસરી ચાલુ રહ્યો. અંક-૬ પછીના અંકોમાં કેસરીરંગ કાળારંગમાં પરિવર્તન પામ્યો. આ પ્રમાણે જેમ જેમ આ માસિકપત્રના નિયમિત અંકો પ્રકાશિત થતા ગયા તેમ તેમ નવા નવા સુધારા થતા રહ્યા. ને છેવટના અંકોમાં તો સુંદર અર્થસભર સિમ્બોલ જ નીકળી ગયો ને એની જગ્યાએ ફક્ત નાના અક્ષરોએ ‘મહેનતકશ લોકોનું મુખપત્ર’ છાપ્યા બાદ મોટા કદના ઘટ્ટ અક્ષરોમાં ગુજરાતીમાં ‘વોઈસ ઓફ ધી વીક’ અંગ્રેજી ભાષામાં ને તેની નીચે નાના અંગ્રેજી અક્ષરોમાં ‘ર્ફંૈંઝઈર્ ંહ્લ ્ૐઈ ઉઈછદ્ભ’ લખાયું. આ માસિકપત્રમાં તેના છાપખાના તરફથી કે અન્ય કારણસર પણ, શાબ્દિક જોડણી ભૂલો વધારે પ્રમાણમાં થતી રહી છે, જે એના અંકો તપાસવાથી પ્રતીત થશે.
આ માસિકપત્રમાં મુખપત્રમાં પ્રકાશિત થયેલ વિવિધ કોલમોમાં જોઈએ તો,
દલિત કવિતાની કટાર ‘સાવરણી’ દલિત વિરોધીઓના અને દલિતોના પોતાના માનસ શુદ્ધિકરણ માટે દલિત કવિતાઓ દ્વારા રચાતી વિવિધ વિષયોનું વાસ્તવિક નિરૂપણ પામતી કોઈપણ બાહ્ય આડંબર વગર આંતરિક ર્ઉિમના અલંકારોથી સજજ એવી સુંદર ધારદાર વિવિધ ગીત, ગઝલ, હાઈકુ, અછાંદસ, વ્યક્તિ વિષયક અને અનુવાદિત કાવ્યસ્વરૂપમાં પ્રકાશિત થતી કવિતા બધા જ માનવીય જ્ઞાન, વિચાર,ભાવ, અનુભવ અને ભાષાની સુગંધી કળી છે. એ ખીલે એટલે ફોરમ બધે જ પ્રસરે.
દલિત વાર્તાની કટાર ‘સરવાણી’ દલિત વાર્તાકારો દ્વારા દલિત લોકોના વાસ્તવિક જીવનને વાર્તાત્મક મોડ આપી વિવિધ ભાવસ્થિતિ અને દલિત માનવ અવસ્થા નિરૂપતી પ્રકાશિત પામતી. ક્યારેક કેટલાક મર્મસ્પર્શી લેખો પણ પ્રકાશિત થતા. પછીના અંકોમાં આ કોલમ કોઈ કારણસર કે સંજોગાવસાત્ પ્રકાશિત થઈ નથી.
દર મહિને લેખાંજોખા કરતી તંત્રીવાણી ‘માહવારી’ તત્કાલિન બનાવો કે ઘટનાના સંદર્ભે ચિંતનાત્મક અને ચોટદાર શૈલીમાં તંત્રીશ્રીના આધુનિક ચેતના અને સમજ આપતા વિચારો પ્રગટ થતા રહ્યા છે. આ કોલમ નિયમિતપણે પ્રકાશિત થતી રહી છે.
‘સંરક્ષકનો સૂર’ આ માસિકપત્રના માનદ્ સંરક્ષકશ્રી ગણેશ બી. પરમારની અનુભવી કલમનો આસ્વાદ કરાવતી સંરક્ષણતાનો ખ્યાલ આપતી અનિયમિત પણે પ્રકાશિત પામી છે. છેલ્લા વર્ષોમાં આ કોલમ બંધ થઈ ગઈ છે.
‘ચાંચમાં અંજલિ’ આ કોલમનું શીર્ષક નથી પણ તંત્રીશ્રીની અંક-૧માં આપેલ સ્પષ્ટતા મુજબ ડાૅ. બાબાસાહેબ આંબેડકરના વિચારો પ્રગટાવતી રહી છે.
‘કંડિકા’ દુનિયાના થઈ ગયેલ મહાન વિદ્વાન મહાનુભાવોના ઉત્તમ અને અમર વિચારો પ્રગટાવતી કંડિકાના સ્વરૂપે પ્રકાશિત થતી રહેવા પામી છે.
આ ઉપરાંત ‘હત્યા’, ‘દમનકથા’, ‘ગવાહી’ ને પ્રવૃત્તિ સમાચાર પ્રગટાવતી ‘વલોણું’ કોલમ દલિતોને ઉપયોગી થઈ પડે એવા અન્ય વિવિધ સામયિકો, દૈનિકોમાંથી અવતરણો રજૂ કરતી ‘સંચાયિકા’ કોલમ, દલિતોને જરૂરી એવું માર્ગદર્શન પૂરું પાડતા અન્ય ભાષામાં પ્રગટેલા વિચારોનું ગુજરાતીમાં અનુવાદ આપી શ્રેેષ્ઠ માહિતી પૂરુ પાડતી ‘અનુવાદિતા’ કોલમ પ્રકાશિત થતી રહી છે.
આ માસિકપત્રમાં પ્રકાશિત થયેલ લેખો અને લેખકના નામ
(પ્રાપ્ત અંક મુજબ) આ સામયિકોમાં પ્રસિદ્ધ થયેલ લેખોમાં
(૧) અનુ. જાતિઓ અને અનુ. જનજાતિઓ (અત્યાચાર થતા અટકાવવા) વધારો ૧૯૮૯ની મુખ્ય જોગવાઈઓ – શ્રી હસમુખ ટી. પરમાર. (૨) મજૂરોના મસીહા – શ્રી ધમ્મબંધુ પાગલબાબા (૩) અનામત વિરોધી હિંસાનું વિજ્ઞાન (અનુવાદ)- મૂળ લેખક ઃ શ્રી આર.સગીતરાવ (૪) બ્લેક અને દલિત – રાજુ સોલંકી (૫) દલિત સાહિત્યે મહાભારત સર્જવાનું છે…- જોસેફ મેકવાન (૬) બુદ્ધ અથવા માર્ક્સ (અનુવાદ) મૂળ ઃ ભારતરત્ન ડાૅ. આંબેડકરના ભાષણોમાંથી અનુવાદક ઃ રાજુ સોલંકી (૭) હિન્દુ ધર્મ અને શુદ્ર (અનુવાદ) મૂળ લેખક ઃ સુરેન્દ્રકુમાર શર્મા ‘અજ્ઞાત’ (૮) નારી અને પ્રતિક્રાંતિ (અનુવાદ) મૂળ ઃ ભારતરત્ન ડાૅ. આંબેડકરના ભાષણોમાંથી (૯) દલિતોનું રાજકીય ક્ષેત્રે અવમૂલ્યન – જે.કે.ચૌહાણ (૧૦) રાજયસભામાં પ્રધાનમંત્રી શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહ દ્વારા ‘મંડલપંચનો અહેવાલ’ લાગુ કરવા અપાયેલ સ્પષ્ટીકરણના અંશો (અનુવાદ) અનુવાદક ઃ શંકર પેન્ટર (૧૧) રામમંદિર સાથે દલિત પછાતોનું શું સગપણ રહ્યું છે ? (અનુવાદ) મૂળલેખક ઃ મોહનદાસ નૈમિશરાય (૧૨) આંબેડકરવાદી દલિત નેતાઓ ક્યાં છે ? – જયંતી બારોટ (૧૩) ધર્મ અને રાજકારણનું ઘનિષ્ટ બનતું જતું ગઠબંધન ઃ તેની મહિલા જીવન ઉપર વિપરીત અસર – ઈલા પાઠક (૧૪) ગુજરાતમાં દલિતોનો ઉઘડતોઅવાજ – કાન્તિલાલ ડા. મકવાણા અને વિલ્ફેડ (૧૫) સીસ્વાની આંતકકથા – અનિલ વાઘેલા (૧૬) ભારતીય કામદારોનું આંદોલન (અનુવાદ – શંકર પેન્ટર) મૂળ લેખક ઃ બાબાસાહેબ આંબેડકર (૧૭) મહામાનવ ડાૅ. બાબાસાહેબ આંબેડકર – ડાૅ. કરસનદાસ સોનેરી, શિક્ષણમંત્રી (૧૮) ઓશો શ્રી રજનીશજીનો દલિતોને સંદેશ – સ્વામી સત્યવેદાંત (સ્વામી વિદેહ ચૈતન્ય) (૧૯) કમકમાટીભર્યા કુમ્હેર દલિત હત્યાકાંડની ભીતરમાં – કાન્તિલાલ ડા. મકવાણા ‘કાતિલ’ (૨૦) સાંબરડા અને ચિત્રોડીપુરા બે હિજરતોનો તુલનાત્મક અભ્યાસ – રાજુ સોલંકી (૨૧) આંબેડકરનું આંદોલન અને અબળાઓ (અનુવાદ) અનુવાદક ઃ કું. કૈલાસ એસ. પેઈન્ટર /મૂળ લેખક ઃ ચંપા લીમયે (૨૨) અડવાણી ભારતના બીજા મહંમદઅલી ઝીણા (ભાવાનુવાદ)- આર. સંગીતારાવ (૨૩) રામજન્મભૂમિ, કોમી હુલ્લડો અને દલિતો- કાન્તિલાલ ડા. મકવાણા ‘કાતિલ’ (૨૪) આંબેડકરી વિચારધારા અને તેમના આંદોલનનું અદાલતી ખૂન (અનુવાદક ઃ શંકર પેન્ટર) મૂળ લેખક ઃ આર સંગીતારાવ (૨૫)ઓપન યુનિ. સાથે ડાૅ. આંબેડકરનું નામ જોડી સરકાર તેનું અધુરું કાર્ય પુરુ કરે – બાલકૃષ્ણ આનંદ (૨૬) બામણવાદની બારાખડી ભૂંસવાનો સમય હવે પાકી ગયો છે – મોહન પરમાર (૨૭) આભડછેટ આજે પણ જીવે છે – ટીકેશ મકવાણા (૨૮) મેલ્ય.. પૂળો એ મંદિરોમાં – ટીકેશ મકવાણા (૨૯) કદાચ ! આપણે તેમનું અસલીરૂપ ઓળખ્યું હોત… – મસ્તરામ કપુર (૩૦) વિશ્વ હિન્દુ પરિષદના હિન્દુ ધર્માચાર્યો દ્વારા પ્રસ્તાવિત ‘હિન્દુ રાષ્ટ્ર બંધારણ’ના કેટલાક અંશ – શ્રી સોહનલાલ શાસ્ત્રી (૩૧) અદાલત એટલે નર્યું જુગારખાનું ! – ટીકેશ મકવાણા (૩૨) એક હિન્દુબાવા (મુક્તાનંદ સરસ્વતી)ની મુલાકાત – ટીકેશ મકવાણા (૩૩) હિન્દુ સંસ્કૃતિના એક અભ્યાસી ઃ ડાૅ. આંબેડકર – પ્રા. ડાૅ. પી.જી. જયોતિકર (૩૪) પાંડુરંગની બૌદ્ધિક ગુંડાગીરી ઃ ‘સંસ્કૃતિ ચિંતન’ – ટીકેશ મકવાણા (૩૫) ભારતીય અર્થ નીતિ અને બહુજન સમાજ – પ્રા. નરસિંહ ઉજમબા (૩૬) હરિજન વિરુધ્ધ દલિત – ટીકેશ મકવાણા (૩૭) બ્રાહ્મણવાદનું પરિણામ શુદ્રો (ટચેબલ) દ્વારા શુદ્રો (અનટચેબલ)ના શોષણનો સિલસિલાબંધ ઈતિહાસ – પ્રા. નરસિંહ ઉજમબા (૩૮) ગાંધી – આંબેડકર વ્યક્તિ, વિચાર અને સાંપ્રત સમય – કાન્તિલાલ ડા. મકવાણા ‘કાતિલ’ અને (૩૯) દલિત ચેતના સપ્તાહ (અહેવાલ) – ટીકેશ મકવાણાનો સમાવેશ થાય છે. (૪૦) બહુજન સમાજ માટે આશાનું કિરણ માન્યવર શ્રી કાંશીરામ ઃ સંક્ષિપ્ત પરિચય (અનુવાદ) પણ આ સામયિકમાં જોવા મળે છે.
આ માસિકમાં પ્રકાશિત અધધધ.. ધ.. ધ.. ધ.. આટલા બધા દલિત અત્યાચારી શોષણ એહવાલો ? કેમ સહન થાય ? (પ્રાપ્ત અંકો મુજબ)
(૧) જાતિ સંઘર્ષ હોય કે કોમી હુલ્લડ અખબાર કાયમ કરતું ગરબડ (અહેવાલ) (૨) આંબેડકર જન્મ શતાબ્દી વર્ષનો સંદેશ – રાજુ સોલંકી (૩) ‘સેવાસ્તંભ’ ફેડરેશનનું મળેલું ૧૭મું ભવ્ય રાષ્ટ્રીય અધિવેશન (અહેવાલ) (૪) ધારિયાના એક જ ઝાટકે જાહેરમાં કોળાની જેમ કપાતો દલિત યુવાન (૫) રાડ ફરિયાદ – કનુભાઈ અંબાલાલ હરિજન ભંગી (૬) સરકારી નોકરીમાં પછાત વર્ગ અનુ. જાતિ, અનુ. જનજાતિનું પ્રતિનિધિત્વ (અહેવાલ) (૭) બનાસકાંઠા જિલ્લાના માલોસણ ગામે રક્ષાબંધનના દિવસે રજપૂતો અને પટેલો દ્વારા દલિતો પર કરાયેલો કાળો કેર, વૃત્તાંત – શ્રી જે.કે. ચૌૈહાણ (૮) ચિત્રોડી પુરાના ચમાર યુવકની ગળું કપાયેલ મળેલી લાશ. (૯)ગુંદરાસણમાં દલિતને જીવતો જલાવ્યો બહિષ્કાર. (૧૦) પ્રા. આરોગ્ય કેન્દ્રના દલિત ડાૅક્ટર પર જંધરાલના જાતિવાદી બારોટનું જંગલિયતભર્યું ધાંધલ (૧૧) ચિત્રોડીપુરાના સાડાત્રણસો દલિત હિજરતીઓની વ્યવસ્થાથી હિબકા લેતી ગાંધીના ગુજરાતની ધરતી (અહેવાલ) (૧૨) દલિત રાજકીય નેતાઓ કાચંડાની જેમ હવે રંગ બદલવાનું બંધ કરે (અહેવાલ) – જયંતી બારોટ (૧૩) દલિત અત્યાચારમાં કચ્છડોય બાકાત નથી. (અહેવાલ) (૧૪) શોભાસણમાં આઝાદ ગુલામો ચુવાલીસ વર્ષ વાજીંત્રો વગાડી શક્યા… ! આ દેશમાં આવા કેટલા શોભાસણો હશે ? (૧૫) પોલીસ બંદોબસ્ત હોવા છતાં દલિતો પર અત્યાચાર સીસ્વાગામની શરમજનક ઘટના (૧૬) ધારાવાણિયાની પ્રા. શાળાના દલિત પર હિચકારો હુમલો જાનથી મારી નાંખવાની ધમકી. (૧૭) દલિત એકતાનો મેનીફીસ્ટો (અહેવાલ) (૧૮) આંબેડકરવાદથી જ અસલી આઝાદી (અહેવાલ) (૧૯) આંધ્રપ્રદેશના પ્રકાશમ્ જીલ્લાના ચીમકતી ગામે ત્રણ દલિત સ્ત્રીઓ પર ગુજારાયેલો બેરહમ બળાત્કાર બાદ લોખંડના સળીયા ફટકારી લાશોને ખાડાઓમાં ફેંકી દીધી (૨૦) ધોળકા તાલુકામાં પાણીના પ્રશ્ને લડત. (૨૧) ટુંડાવ ગામના જાતિવાદી જુલ્મીઓની મહોલ્લો સળગાવી જાનથી મારી નાંખવાની ધમકીઓને કારણે ભયથી ધ્રુજતો દલિતવાસ. (૨૨) ડાૅ. આંબેડકરની પ્રતિમા તોડનારની ધરપકડ કરો. (૨૩) ગુજરાત કોલેજના બી.સી. વિદ્યાર્થી સ્કોલરશીપ વિના રઝળી પડયા. (૨૪) આઠમી અજાયબી આભડછેટ ઃ દલિત અધિકારીના કુટુંબ ઉપર જાતિવાદીઓનો હિચકારો હુમલો (૨૫) દલિત પેન્થરના પ્રમુખની ધોળે દિલસે વાસંતીદેવી દવાખાનામાં ધાતકી હત્યા (૨૬) દલિત અબળા પર પટેલનો પાશવી બળાત્કાર (૨૭) સીમમાં બેઠેલા ખોડીયાર માનો ઓટલો અભડાવતા હાંસાપુરના હિન્દુ-હરિજન પર હુમલો. (૨૮) રાડ ફરિયાદ – આર.વી. મકવાણા. (૨૯) વરવાડામાં વંઠેલ પટેલરાજના પંચાયત પ્રમુખ પટ્ટયોલ. (૩૦) હરિજન હોવાને કારણે શાળામાં નૃત્ય ન કરવા દીધું. (૩૧) ના છૂટકે ખંભાત નગરપાલિકાના સફાઈ કામદારો આમરણાંત ભૂખ હડતાળ પર. (૩૨) સામાજિક ન્યાયયાત્રાના આંબેડકરરથનો અપૂર્વ લોકસત્કાર. (૩૩) આંબેડકરજયંતિની પૂર્વસંધ્યાએ આંબરડી ગામે ભાજપી સાંસદ શ્રી મહેશકુમાર અને ફિલ્મી સ્ટાર શ્રી નરેશ કનોેડીયા આભડછેટની અડફેટે. (૩૪) સોરઠ ધરાના કોઠાભાડુકીયા (તા. કાલાવાડ. જિ. જામનગર) ગામે ૧૫ વર્ષીય દલિત બાળા પર દરબારોનો બેરહમ બળાત્કાર, દાતરડાથી જીવલેણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી.       (૩૫) નંદાસણના યુવા દલિત કામદારને ઉપલા સવર્ણ અધિકારીઓએ માર મારી પેશાબ પીવડાવ્યો… (૩૬) સુરપુરાના (બેચરજી)માં ૭૦ વર્ષીય દલિતવૃદ્ધાને ભોંય પર પટકી લાફો મારી ચશ્મા તોડ્યા… (૩૭) જામનગરમાં દલિત પિતા-પુત્ર ઉપર દરબારોનો ખૂની હુમલો. (૩૮) વાવધરા તા. ધાનેરા (બનાસકાંઠા)માં રૂા. ૧૦,૦૦૦ લૂંટી દલિત યુવાન સોનાભાઈને મારી નાંખી બાવળીએ બાંધ્યો. (૩૯) સરકારી એસ.ટી. કોલોની મહેસાણામાં દલિત કર્મચારીને લગ્નપ્રસંગે સવર્ણોને ભોજન સમારંભનું આમંત્રણ આપ્યું. બદલામાં ધારીયાના ઝટકા મળ્યા. (૪૦) નગરપાલિકા સામે ના છૂટકે સંગ્રામઃ સફાઈકામદારોએ અંજાર (કચ્છ)માં આંદોલનનો ઝંડો ઉપાડ્યો. (૪૧) સંગઠિત સવર્ણ સમાજના દબાણોથી વાવધરા દલિત ખૂન કેસ દબાવી દેવાયો. (૪૨) ચાંગડા ગામના ભંગી ભાઈઓ પર દરબારોએ કરેલો હુમલો. (૪૩) ધંધૂકામાં સાયકલ ચોરીની મામૂલી શંકામાં દલિત યુવાનને મારી નાખ્યો. (૪૪) ૫૦,૦૦૦ને ભરખી જનારા ભૂકંપ માટે શું મોટા બંધો જવાબદાર નથી ? (૪૫) નાયકા ગામે (ખેડા જિલ્લો, માતર તાલુકો) દલિત શિક્ષકનું શંકાસ્પદ ખૂન… (૪૬) દલિત સગીર બાળાના અપહરણની તપાસ સી.આઈ.ડી. ક્રાઈમને સોંપવા રજૂઆત – ભરત મકવાણા દ્વારા. (૪૭) દલિત શિક્ષિકા ઉપર એટ્રોસીટી અત્યાચાર. (૪૮) સવર્ણના કુવે પાણી ભરવા માંગતા દલિતો પર કુહાડીેન બરછીના ઘા થી લોહીમાં લથબથ… (૪૯) વિસનગર હરિજન છાત્રાલય પર ધારાસભ્ય શ્રી ભોળાભાઈ પટેલ અને અન્ય બિનદલિતોનો એટ્રોસીટી આતંક. (૫૦) કેશોદ તાલુકાના સરોડ ગામના ૩૯ હરિજન કુટુંબો ક્લેક્ટર કચેરી ગામે ઉપવાસ પર. (૫૧) મરાઠાવાડ યુનિ.નું નામ ડાૅ. બાબાસાહેબ આંબેડકર રાખવા દલિત યુવક ગૌત્તમ વાઘમારેનું આત્મવિલોપન. (૫૨) બામણ કારકૂનનો નોકરિયાત દલિતબાળા પર હિણપત ભર્યો હુમલો. (૫૩) દલિતો સામે કિન્નાખોરી અને સવર્ણનું રક્ષણ કરતું ગુજરાતનું સમાજકલ્યાણ ખાતું. (૫૪) એ માથાભારે સખ્શ મોટા મૌવાની સીમમાંથી આંબેડકરની ર્મૂિત લઈ ગયો ! (૫૫) વિરમગામ તાલુકાના બાન્ટાઈ ગામે ૧૯-૨૦-૨૧ ફેબ્રુઆરી ૯૪ના રોજ મહાકાળી મંદિરે આભડછેટના (પટેલ) રાક્ષસો ધૂણ્યા… (૫૬) ઉડણી (તા. ખેરાલુ)માં પટેલો દ્વારા દલિત સરપંચ સહિત તમામનો બહિષ્કાર (૫૭) ખંભાત તાલુકામાં દલિતો પરના અત્યાચારની વણઝાર (૫૮) જાલિમ પટેલોએ રૂા. ૧૦,૦૦૦ની કિંમતની ટંકે ૭ લીટર દૂધ આપતી દલિત-ભેંસ મારી. (૫૯) આંબેડકર જન્મજયંતિ દિને અમદાવાદમાં દલિત પછાતવર્ગોના ૩૦૦૦ પરિવારોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો. (૬૦) કુંભાર કોન્ટ્રાક્ટરે દલિત સબકોન્ટ્રાક્ટરનું ખૂન કર્યું ! (૬૧) દલિત યુવકનું ધાતકી ખૂન… (૬૨) ગામ ખાંભેલાના ખેતરમાં આબરૂ લેવાના ઈરાદે દલિતબાળાને બાથમાં ઘાલતો રબારી. (૬૩) ખંભાત તાલુકામાં વાલ્મિકી પર એક વધુ અત્યાચાર. (૬૪) ગલોદરા ભેંસ-ખૂન પ્રકરણમાં સાક્ષીની સતામણી કરતા પટેલ સગાઓ. (૬૫) અત્યાચાર ધારા હેઠળના કેસમાં જમીન મંજૂર ન થતાં સહયોગ મિલના સેલ્સ ક્લાર્કને જેલમાં મોકલ્યો. (૬૬) ઝાંઝરકાની જગ્યા ઃ રાજકારણીઓના રવાડે. (૬૭) અત્યાચાર વિરોધી ધારાના ભંગ બદલ તકેદારી પંચના અધ્યક્ષ અને જીલ્લા ક્લેક્ટરશ્રી રાજીવકુમાર ગુપ્તા પર શ્રી બબલદાસ ચાવડાની એટ્રોસીટી પોલીસ ફરીયાદ. (૬૮) અમદાવાદના અમરાઈવાડીમાં દલિતો પર અસામાજિક તત્ત્વોનો આતંક. (૬૯) કોગ્રેસી પ્રદેશ ઉપપ્રમુખ શ્રી જે.વી.શાહના ગામમાં દલિત તથા પછાત સાધુઓને નિવસ્ત્ર કરી મૂંછો માથું મુંડાવી જાહેરમાં ફેરવ્યા. (૭૦) છોટા ઉદેપુરના આંબેડકર બાવલા વિશે ઊભો થયેલો વિવાદ. (૭૧) પટેલે ચાણસદમાં દલિતની તુવેરો સળગાવી.
આમ, ચેતના, જાગૃત્તિ, નીડરતા-નિર્ભયતા જગાવવા તથા અધિકાર મેળવવા યોગ્ય જ્ઞાનાત્મક શુદ્ધ સામગ્રી દલિતજતને મળતી રહે ઉપરાંત દલિત વિરોધીઓને ખુલ્લા પાડવાની નેમરૂપે આ ‘વોઈસ ઓફ ધી વીક’ માસિકપત્રની શરૂઆત કરવામાં આવી હતી.
પણ મંદગતિએ કે ધસમસતા રુદ્રવેગે જીવનનો પ્રવાહ ક્યારેક અદ્ભૂત વળાંકો લઈને આગળ ધપે જતો હોય છે. આ દેશ અને આ રાજયનો સમાજ આપણ સૌને વહાલો હોય છે. તેમાં જયારે બુદ્ધિનું સામ્રાજય તેના સીમાડા ઓળંગીને સહજર્ઊિમઓ ઉપર પોતાનું આધિપત્ય જમાવી શાસન કરવા ધસે ત્યારે એને નાથવા સજાગ બનવું જરૂરી બને છે. એ માટે આવા સામયિકો મહત્ત્વનો ભાગ ભજવતાં હોય છે. જરૂરના થઈ પડતા હોય છે. પણ, આવા સામયિકોનું કોઈ કારણોસાર અકાળે અવસાન થાય તો… સમાજમાં કેવો શોક ઉદ્ભવે…? ૧૯૯૦થી શરૂ થઈ૧૯૯૪ની સાલમાં ખૂબ જ ટૂંકુ જીવન ભોગવી કેટલીક અંગત પીડાઓ અને કેટલીક ર્આિથક બાબતોની ગંભીર બિમારી નડવાથી આ માસિકપત્રનો અકાળે નાઈલાજ અંત આવ્યો છે.

પ્રા. મહેશ જાદવ
પ્લોટ નં – ૪૪૦, શ્રીયોગી, ફલેટ નં – ૫, સેક્ટર – ૩૦, ગાંધીનગર
સમાજમિત્ર’ દલિત પત્રકારત્વ વિશેષાંક – માર્ચ/એપ્રિલ/મે – ૨૦૦૪
ના સૌજન્યથી


No comments:

Post a Comment