Friday, March 27, 2015

ક્રાંતિની આંધી આકાશે ઉઠી છે !

પ્રિય સાક્ષરો,
રાજ સત્કારે એવોર્ડ પોંખણે
તમે ભલે ઊભા ડોક નીચે નમાવી
‘દલિત અસ્મિતા’ને છેક ભોં માં ભંડારી !
અમ દલિતોની
અંતર ગુહાની મૂક વેદનાઓ,
કલમ ઘસી ઘસી કંડારી ‘કાવ્યે’
પીડા પંડની જેણે વેઠીના કો દિ’
એ બિનદલિતોથી ખાસ થાવા પ્રમાણિત !
રચી હોડ,
પ્રપંચના પેંતરાઓ
મુબારક ઓ મિત્રો,
તમ આત્મ પ્રવંચનાર્થે !
વાંઝણી વણઝાર એ શબ્દોતણી થઈ
પછી શું ? પછી શું ? પછી શું ? પુછાયું
રસ્તો આ સ્હેલો, બરાબર સુજી ગ્યો
વ્યભિચાર ભાષાનો કોઠે પડી ગ્યો !
વ્યસન ભારે વળગ્યું. ‘કવિતા’નું કોરું
‘કથા-વારતા’ આત્મશ્લાઘાનું મ્હોંરુ !
કાં, ટકશે ખરું એ ઝાકળનું ફોરું ?
‘દલિત અસ્મિતા’ને ઢંઢોળવાને શબ્દોના ઘોડે શું મંજીલ જવાશે ?
વિચારો, વિચારો, વિચારોને મિત્રો, ક્રાંતિની આંધી આકાશે ઉઠી છે !
પછી શું ? પછી શું ? પછી શું ? પુછાશે જ.
ભીરું, નપુસંકો, ક્યાં જઈ સંતાશો ?
રાજ-ધર્મીઓના કાલ્પનિક ભયથી !

રચનાકાળ – ૨૦૦૫

No comments:

Post a Comment