આજે કેટલાક પેટભરૂં પાડ્ડાઓએ
દુબળા અને માંદલા બહુજનોના કલ્યાણ માટે
મહાનગરની પંચતારક હોટલન્ૃાા રીસેપ્શન હોલમાં
વિષદ્ ચર્ચાસભા ભરી.
કાજુ બદામનો હલવો નાસ્તો ગળચતાં ગળચતાં
કડક કોફીની ચૂસકીઓ ભરી.
એક વકરેલા ખૂંખાર પાડાએ
ભૂખના મહાદુઃખ પર
આતંકી આક્રમક શૈલીમાં ઉદ્બોધન કર્યું
મોંઢા અને પૂંછડાઓના ભયંકર તાંડવ વચ્ચે !
બીજા ખંધા રાજકીય પાડાએ
સરકારી સ્હાયો કેવી રીતે વગે કરવી
વખારે – ઢોરોની ગમાણની પ્હોંચાડવાની
લીલી ચારના પૂળા વચ્ચે સંતાડવાની
ગુહય યોજનાઓની ઘણી જ સરળ ટેકનીક સુજાડી !
ચિંતાગ્રસ્ત ત્રીજા તરવરીયા પાડાએ
આમાનું એક પણ તણખલું
ભગવી ચીંથરી બાંધેલા સિવાયના
ખરેખર સાચા માયકાંગલાઓ કશુંજ ચરી ના જાય
તે માટે સતત્ જાગૃત રહેવા ખાનગી પરિપત્ર વ્હેંચ્યો !
ચોથા ચતુર કોમનમેન પાડાએ
આ અગાઉ તૈયાર થયેલા, તેમના સલાહકારોએ સર્જેલા
સંશોધન પેપરો
ઝડપભેર ભસી નાંખ્યા !
ઉપસ્થિત તમામ હજુરીયા પાડાઓએ
અંગત હિતો અને ફાયદાઓ માટેના
થોકબંધ ઠરાવો ડોકાં પૂંછડાને પગ પછાડી પછાડી
પસાર કર્યા મીડીયા માટે !
પછી
તંદુરી મૂર્ગા અને વ્હાઈટ પોપલેટના
ભારેખમ લડધાઓ ઘોઘળામાં ગળચી-ચગળી
ઠંડા આઈસ્ક્રિમને ચાવી ચાવી છૂટા પડ્યા !
દૂબળા અને માંદલાઓના ભાવિ કલ્યાણ મેળાઓ માટે
ફરીથી મળવાના દ્રઢ મહાસંકલ્પ સાથે !
પેલા બધ્ધાજ પેટભરૂ પાડ્ડાઓ !!!
અર્પણ: તમામ સરકારી કચેરીઓના યુનીયન એસોશીયેશનની નેતાગીરીને…. અને અબળા-નબળાઓના કહેવાતા ઉધ્ધારકોને….
રચનાકાળ ઃ ૧૯૯૧
દુબળા અને માંદલા બહુજનોના કલ્યાણ માટે
મહાનગરની પંચતારક હોટલન્ૃાા રીસેપ્શન હોલમાં
વિષદ્ ચર્ચાસભા ભરી.
કાજુ બદામનો હલવો નાસ્તો ગળચતાં ગળચતાં
કડક કોફીની ચૂસકીઓ ભરી.
એક વકરેલા ખૂંખાર પાડાએ
ભૂખના મહાદુઃખ પર
આતંકી આક્રમક શૈલીમાં ઉદ્બોધન કર્યું
મોંઢા અને પૂંછડાઓના ભયંકર તાંડવ વચ્ચે !
બીજા ખંધા રાજકીય પાડાએ
સરકારી સ્હાયો કેવી રીતે વગે કરવી
વખારે – ઢોરોની ગમાણની પ્હોંચાડવાની
લીલી ચારના પૂળા વચ્ચે સંતાડવાની
ગુહય યોજનાઓની ઘણી જ સરળ ટેકનીક સુજાડી !
ચિંતાગ્રસ્ત ત્રીજા તરવરીયા પાડાએ
આમાનું એક પણ તણખલું
ભગવી ચીંથરી બાંધેલા સિવાયના
ખરેખર સાચા માયકાંગલાઓ કશુંજ ચરી ના જાય
તે માટે સતત્ જાગૃત રહેવા ખાનગી પરિપત્ર વ્હેંચ્યો !
ચોથા ચતુર કોમનમેન પાડાએ
આ અગાઉ તૈયાર થયેલા, તેમના સલાહકારોએ સર્જેલા
સંશોધન પેપરો
ઝડપભેર ભસી નાંખ્યા !
ઉપસ્થિત તમામ હજુરીયા પાડાઓએ
અંગત હિતો અને ફાયદાઓ માટેના
થોકબંધ ઠરાવો ડોકાં પૂંછડાને પગ પછાડી પછાડી
પસાર કર્યા મીડીયા માટે !
પછી
તંદુરી મૂર્ગા અને વ્હાઈટ પોપલેટના
ભારેખમ લડધાઓ ઘોઘળામાં ગળચી-ચગળી
ઠંડા આઈસ્ક્રિમને ચાવી ચાવી છૂટા પડ્યા !
દૂબળા અને માંદલાઓના ભાવિ કલ્યાણ મેળાઓ માટે
ફરીથી મળવાના દ્રઢ મહાસંકલ્પ સાથે !
પેલા બધ્ધાજ પેટભરૂ પાડ્ડાઓ !!!
અર્પણ: તમામ સરકારી કચેરીઓના યુનીયન એસોશીયેશનની નેતાગીરીને…. અને અબળા-નબળાઓના કહેવાતા ઉધ્ધારકોને….
રચનાકાળ ઃ ૧૯૯૧
No comments:
Post a Comment