ઓ ફકીરા…!
’લ્યા નાથીયા…!
’લ્યા જીવલા…!
’લ્યા શીવલા…!
ગુમાવવાનું તારે શું છે ?
જાશે જાશે તો આ બેડીઓ જાશે ?
બીજુ, શું તારૂં જાશે…!
ફકીરા ’લ્યા ! નાથીયા ’લ્યા ! જીવલા ’લ્યા ! શીવલા ’લ્યા !
ગુમાવવાનું તારે શું છે ?
ઘેટાંની જિંદગી જીવવી ’લ્યા દોહ્યલી,
તારી પાસે તો સિંહ કેરી ત્રાડ છે ! ત્રાડ છે !

કોણ ટકે રે તારો કરવા મુકાબલો,
તારી, સામે તો હીજડાની ફોજ છે ! ફોજ છે !

લાલઘૂમ તારી પ્રજળે આ આંખડીઓ,
તારા બાહુમાં પૌલાદી જોર છે ! જોર છે !

ઘેરથી નીકળી સડકો પર આવજો ’લ્યા !
તને ક્રાંતિ કેરો આ કોલ છે ! કોલ છે !

રચનાકાળ ઃ ૧૯૮૦

No comments:
Post a Comment