Sunday, March 29, 2015

ચ્યમ્ ’લ્યા આટલું ફાટ્ટી જયું સ્ ?

ચ્યમ્ ’લ્યા આટલું ફાટ્ટી જયું સ્ ?
મારા હોમું હેંડતઅ્ હાળા
લગીરય્ તનઅ્ બીક ના લાજજી !
પુછજે તારા વાહમાં જઈને
કુણ સુ તનઅ્ કેહઅ્ એતો
લેંબડે બાંધી બાપનઅ્ તારા
ઘોકે ઘોકે દ્યદ્યડાયો’તો !
મેલ્લામાંથી ડોશીઓ આયી
ખોળા પાથરી સોડાયો’તો !
દૂણી લઈને સાસ લેવા
આવજે હવઅ્ ગાૅંમમાં દિયોર્
હાદ પડાવું આંયથી જઈને
બંધ કરી દો દાડીયાઓન્
પોલીસ-પટ્ટોલ્ સરપંચ મારો
તલાટી ન મંત્રી મારો
ગોંમનો આખોય્ ચાૅરો મારો
તાલુકાનો ફોજદાર મારો
જોઈ લે આખ્ખો જીલ્લો મારો
મોટ્ટામાં મોટ્ટો પરધોન મારો
દિલ્લી હુદી સઅ્ વટ્ટ અમારો !
આંમાૅ કુણ સ્ તારૂં ? કુણ સ તારૂં ?
ધારૂં તો ’લ્યા ઠેર્ર્ મારૂં
ચ્યમ્ ’લ્યા  આટલું ફાટ્ટી જયુંસ્ ?
મારા હોંમું હેંડતઅ્ હાળા
લગીરય્ તનઅ્ બીક ના લાજજી !

રચનાકાળ ઃ ૧૯૮૩

No comments:

Post a Comment