Sunday, March 29, 2015

ક્રાંતિનો નાદ

મળી સળીઓની નાત,
બની ઝાડુની જાત,
રાખી કાયમ પછાત,
હવે રહેશે નહી !
કદી રહેશે નહીં !
જાગ્યું અંતર સ્વમાન,
થયું ગુલામીનું જ્ઞાન,
એંઠા ટૂકડાનું દાન,
હવે લેશે નહી !
કદી લેશે નહીં !
લેવા હક્ક અધિકાર,
કેમ બેસે પળવાર ?
ભુજા તડપે હજાર !
હવે ઝંપશે નહી !
કદી ઝંપશે નહીં !
ઘેર ઘેર ભીમવાદ,
સૂણી નરનારી સાદ,
કરશે ક્રાંતિનો નાદ !
હવે મટશે નહી !
કદી મટશે નહીં !
રચનાકાળ ઃ- ૧૯૬૫

No comments:

Post a Comment