પરમ શહીદ મહાવીર મેઘમાયા !
મેં સમજણ આવતાં જ લોકહૈયે સાંભળ્યું,
અને મારા રોમરોમ ભાવવિભોર બની
તારા નામના ઉન્નત ઓવારણાં લેવા થનગની ઊઠ્યા !
દુઃખી બાંધવોની ગણવેશ જેવી ગળાની ફૂલડી
જાહેર માર્ગો પરના
અમારા પદ્ચિન્હો પોંછતું પૂંછડા જેવું પીઠ પાછળ
કમરે લટકતું ઝાડું
પેલી પોશ પોશ પોકાર પાડતી જીભ
પહેરણમાં ત્રીજી ઝૂલતી બાંય
તેં તારા પ્રાણની અવેજીમાં
સઘળુંય નેસ્તનાબૂદ કરાવ્યું
સઘરા’ જેસંગના કાૅલ-કરારે !
પાટણપતિના રાજ ફરમાને !
માનવ અધિકારો માટે
તેં સહસ્ત્રલીંગ સરોવરની સુક્કીભઠ્ઠ ધરતી
તારા દલિત રૂધિરથી સીંચી, તારું મસ્તક છેદાવીને ! તેં શહીદ બનીને
જળ માટે વલવલ વલખતાં
એ નરાધમ નૂગણાં મહાપ્રપંચી
અંત્યજ વિરોધી ઘૃણાળું ઈતિહાસ વિદેએ
તારી મહામાનવતા માટેની
ભવ્યાતિભવ્ય શહીદીની
ઈરાદાપૂર્વક ટૂંકી નોંધ લેવાની
સ્હેજે પણ કાળજી ના લીધી
તને અને તારા પીડિત બાંધવોને
અતિ મહાઘોર અન્યાય કર્યો !
ભલે ગરજુ સિધ્ધરાજ જયસિંહે
તારો નરબલી કરીને
સહસ્ત્રલીંગ સરોવરમાં પાટણપુરે જળબંબાકાર કરાવ્યોએમના માટે !
બત્રિશ લક્ષણા દલિત નરબંકાનો.
આજેય
એ નપાણીયા નિર્જન સરોવરનું
પ્રાચીન સ્થાપત્ય જોવાં
દેશ વિદેશથી આવનારા આગંતૂકોને
‘માયા ટેકરીની એ ભૂલાયેલી શહીદ કથા’
કોણ કહેશે ?
ભઈલાં,
હજીયે આપણે ક્યાં સુધી ઘોરશું ?
સદીયોથી કેટલી ‘મહા-માયા સાતમો’ આવીને ગઈ !
ઈતિહાસના એ જુઠ્ઠા ઈજારેદારોની
જુઠડી કલમ હવે તોડવીજ પડશે કાં ઝૂંટવવી જ પડશે !
ઈતિહાસ નવેસરથી લખવા
આપણો અને આપણાથી ભુલાયેલ માયાટેકરીનો,
મૂળનિવાસી દલિત, પીડિત, શોષિત, વિશાળ બહુજન સમાજનો !
બસ,
હવે તેમની
કલમ ઝૂંટવી લ્યો !
રચનાકાળ – ૧૯૭૪
મેં સમજણ આવતાં જ લોકહૈયે સાંભળ્યું,
અને મારા રોમરોમ ભાવવિભોર બની
તારા નામના ઉન્નત ઓવારણાં લેવા થનગની ઊઠ્યા !
દુઃખી બાંધવોની ગણવેશ જેવી ગળાની ફૂલડી
જાહેર માર્ગો પરના
અમારા પદ્ચિન્હો પોંછતું પૂંછડા જેવું પીઠ પાછળ
કમરે લટકતું ઝાડું
પેલી પોશ પોશ પોકાર પાડતી જીભ
પહેરણમાં ત્રીજી ઝૂલતી બાંય
તેં તારા પ્રાણની અવેજીમાં
સઘળુંય નેસ્તનાબૂદ કરાવ્યું
સઘરા’ જેસંગના કાૅલ-કરારે !
પાટણપતિના રાજ ફરમાને !
માનવ અધિકારો માટે
તેં સહસ્ત્રલીંગ સરોવરની સુક્કીભઠ્ઠ ધરતી
તારા દલિત રૂધિરથી સીંચી, તારું મસ્તક છેદાવીને ! તેં શહીદ બનીને
જળ માટે વલવલ વલખતાં
એ નરાધમ નૂગણાં મહાપ્રપંચી
અંત્યજ વિરોધી ઘૃણાળું ઈતિહાસ વિદેએ
તારી મહામાનવતા માટેની
ભવ્યાતિભવ્ય શહીદીની
ઈરાદાપૂર્વક ટૂંકી નોંધ લેવાની
સ્હેજે પણ કાળજી ના લીધી
તને અને તારા પીડિત બાંધવોને
અતિ મહાઘોર અન્યાય કર્યો !
ભલે ગરજુ સિધ્ધરાજ જયસિંહે
તારો નરબલી કરીને
સહસ્ત્રલીંગ સરોવરમાં પાટણપુરે જળબંબાકાર કરાવ્યોએમના માટે !
બત્રિશ લક્ષણા દલિત નરબંકાનો.
આજેય
એ નપાણીયા નિર્જન સરોવરનું
પ્રાચીન સ્થાપત્ય જોવાં
દેશ વિદેશથી આવનારા આગંતૂકોને
‘માયા ટેકરીની એ ભૂલાયેલી શહીદ કથા’
કોણ કહેશે ?
ભઈલાં,
હજીયે આપણે ક્યાં સુધી ઘોરશું ?
સદીયોથી કેટલી ‘મહા-માયા સાતમો’ આવીને ગઈ !
ઈતિહાસના એ જુઠ્ઠા ઈજારેદારોની
જુઠડી કલમ હવે તોડવીજ પડશે કાં ઝૂંટવવી જ પડશે !
ઈતિહાસ નવેસરથી લખવા
આપણો અને આપણાથી ભુલાયેલ માયાટેકરીનો,
મૂળનિવાસી દલિત, પીડિત, શોષિત, વિશાળ બહુજન સમાજનો !
બસ,
હવે તેમની
કલમ ઝૂંટવી લ્યો !
રચનાકાળ – ૧૯૭૪
No comments:
Post a Comment