Saturday, March 28, 2015

સાંબરડાના સ્વમાની દલિતોને સલામ

(રાગ ઃ ધણ્ણ્ણ્ ડુંગરા ડોલે, માતાજી જીજાબાઈ ઝૂલાવે)

ત્રાસની સામે ટક્કર લેતું, આજ સાંબરડાનું લોક રે…
હે જી આજ સાંબરડાનું લોક (ટેક)
જોઈ જોમ હૈડું હરખે પડછંદા છે દલિતો પડખે
ગામે ગામ સાબદા થાજો દલિતો દોડતા ધાજો.
મશાણ ગળચી ગઢવી ગુંડા ખેતરમાં કરે ખેડ રે એ તો ખેતરમાં કરે ખેડ
પડતર ગોચર પચાવે, તબદીલી કાગળમાં કરાવે ;
સરકારી ભોમ બથાવે દલિત ક્યાં જાજરૂ જાવે ?
નળના નીચે માટલે ઘાલે એ તો જાજરૂ ડબલાં છેક રે ગંદા જાજરૂં ડબલાં છેક
બોલે તેના બાર જ વાગે, નાગા થઈને નાચવા લાગે ;
આવે કોણ એકલું આગે, માથા ને ટાંટીયા ભાગે.
ઉઘાડે માથે અંત્યજ ભાળે તો કરતાં કાળો કેર રે એતો કરતાં કાળો કેર
જો ઈન્શર્ટ કરી ગોગલ્સ પહેરે, ગઢવા ચારેકોરથી ઘેરે ;
બટન ખુલ્લું શર્ટનું રાખે, બરાબરના ધોઈ જ નાંખે.
બ્હેન દીકરીયુંની છેડતી કરતાં રસ્તામાં છડે ચોક રે એ તો રસ્તામાં છડે ચોક
બૈરાં બેસે જાજરૂ જયારે, બરાબરના ધોઈ જ નાંખે ;
ટોળાબંધ છાકટાં બનતાં, દારૂ પીને દેકારો કરતાં.
અપમાન કરતાં વરકન્યાનું કાળકાના મંદિરીએ જઈને કાળકાના મંદિરીયે
તમાચાના એક ધડાકે, બાંધ્યો સાફો નીચે નાંખે ;
ગલીચ ગાળો કાઢવા લાગે, મહેમાનોની આબરૂં કાઢે ;
સમાજના સ્વમાન ને માટે, તમો જાગજો નરને નાર રે હવે જાગજો નરને નાર
સર્વે ભાયું સંગઠીત થાજો, ઘરે ઘરે નાદ જગાવો ;
જય ભીમથી ગગન ગજાવો, દલિતોની આઝાદી લાવો.
રચનાકાળ ઃ- ૧૯૮૯

No comments:

Post a Comment