આ દેશમાં
જમીનદારોની વરવી વેઠ વેંઢારતા
હા..આ..થી ભાજીજીયા દલિતડાનું
આયખું આથમે બારે મહીના
પળ પળ ન્હાતું પરસેવાથી !
ઘરમાં પાળેલ કૂતરાં જેવો,
એંઠવાડથી હોઝરૂં ભરતો
ઘરને ખેતર બંને સાચવી
ગંજ બજારે ધાનના ઢગલાં !
દાત્તરડામાં દૈવત એનું
માલિક બેઠો ફદીયા રળતો !
ને બદલામાં, માંખો બમણતી માલિકણની.
ગામઠી શૈલીની બરછટ ગાળો !
તહેવારોની તૈંણ રજાઓ,
લઘર વઘર બે જોડી લુઘડાં,
વર્ષો જુના, ચુંથાયેલ ડંખીલા જોડા.
ઘર કારજની ખરચી માટે
એક હજજાર ઉપાડ “મશારો…!”
બળતા બપોરે
કકળે ક્ષુધા પેટ પાંસળીયે
ચોપડી ખાવા શાક મળે ના !
ખાલ્લી તાંહળું !
અડધું વાટલું ડૂવો ઘેંશનો
કળશ્યો પાણી, ખાટ્ટી ખાટ્ટી છાસ છાકતી
લાલ જુવારનો ચોથિયું રોટલો
દયા ખાઈને ડોઝઝું ભરવા
નાંખે નીચે ઉપર હાથ્થે..!
કંઈક વર્ષ બાદ બહેન કુંવરબા
પતિગૃહેથી પરત ફરેલા,
ફાટ્ ફાટ્ નિતંબનું ભારણ.
કામણગારા બેકાબુ ઉરજો !
ધક્ ધક્ ધક્ ઉના શ્વાસની ધમધમતી ધમણી
લચતું જોબન પિત્રાઈ ભાઈ
ચઢ્યા ચિતા પર કામાગ્નિની,
ખેતર વચ્ચે ઊભા પાકમાં,
ડોલ્યા ડુંડા એ મસ્ત માહોલે !
વાત્સાયનના કામસૂત્રની
આસન-લીલા પલટવારની
ગરમ જોમ સીસકારા ભરતી
સ્તન ડીંટડી ચગદાતી ચર્ ચર્
ઓયમાં… ઓયમાં… ચૂંટીયા ખણતી
લાલ ટ્શર કાનની બુટ્ટીઓ બ્હેકી
જયાં ઘુંટણથી ટકરાતા ઘુંટણ
સાથળ થી અફળાતા સાથળ
અધરોથી અધરોનું ચુસણ
દંતક્ષત, મર્દન, ગાલોનું ઘર્ષણ
જીભ ટેરવાં યાચે લૂંછણ,
કમ્મર મંકોડા તૂટે તડ્ તડ્
કામદેવના તાબોટાનો,
ટપ્ ટપા ટપ્ લય નિરંતર !
પત્તા પર પત્તા પછડાતાં,
શેઢે વૃક્ષો આલીંગન દે !
આ કામુક મસ્તી વસ્ત્રવિહોણી.
તેણે ખડ્ખડ્ લીલી ચાર હિલ્લોળી !
અબૂધ બોઘે ચકળ વકળ થઈ
નિરખી લીલાએ વાઢતા વેઠીયે ! ખેતર વચ્ચે ચાલે ખેલ
જો કરશે વેઠીયો વાત કોઈને,
આભલાં જેવડી આબરૂ જાશે !
ધિંગાણામાં ધરબાઈ જાશું !
ઘરની રાંડો રંડાઈ જાશે !
અને અમારી આ બહેન બા,
અમને મેલી ગોતી કદાવર
બીજા કોઈથી ખેલ ખેલશે !
કુંવરબાનો કકળ્યો પિત્તો
વિફરેલી વાઘણ જાણે ચિત્તો
વેઠીયો એની બુનનો ધણી
શું કામ જોયું એણે અમારા ભણી ?
વેઠીયા તારૂં નખ્ખોદ જાજો !
જાત નેચી ને હલકા વૈણ્યનો !
પિત્રાઈભાઈની ધ્રુજતી કાયા,
આ જીવે તો આપણે મરવાનું,
ઓ નેનડીયા, બેય ડોળા ફોડ્ડું !
વ્હાલી મારી લગીર બીશના !
આ હાળાનો કોંક રસ્તો કાઢું.
કાયદો ઘોળી પીવા વાળા,
શહેર મધ્યેના સલાહકારો.
તાબડતોડ તેડાવી લાવું.
રૂપિયા રેલમ છેલ્ રેલાવું !
એટ્રોસીટી તો ભાગશે આઘી,
લઈ ઈશારો કામ પતાવું
નાટક આનું પાર પડાવું …!
ભળ ભાંખળે, ગામ ભાગોળે
આંબાવાડીયાના વચલા આંબે
કાચ્ચી કાચ્ચી કેરીઓ વચ્ચે
ડોળા ફાટ્ટેલ દલિતડાની,
લોહી નીગળતી લાશ લટકતી !
અરે બાપડો, કેમ મરી ગ્યો ?
દેવાના ડુંગરે હશે દટાયો
બુઢા બાપની વસમી યાદો !
બચરવાળ બૈરાની યાદો !
અછૂત જીવનથી અકળાયેલો,
અસાર જીવનમાં અટવાયેલો,
જીવતરની કાયમ વેઠ છૂટી ગઈ !
વેરીઓમાં પણ વ્હાલો વેઠીયો,
અરે.. એ આંબા ને પણ અભડાવી ગ્યો..!
ચાર દિવસે દલિતવાસના
દરવાજા માં દૂર ગામથી,
મારતી જીપે આવ્યા ઉજળીયાત.
‘ડોહા આવ્યા લેવા તુજને
દિકરો તારો બિમાર થઈ જયો !
અન્નજળ મેલે ચાર દિવસ થ્યા,
બરકે અહીં બાપા ને લાવો !’
મેલું અંગરખું ફાટેલું ફાળીયું,
માંડ ઢાંકતી ઢીંચણ પોતડી,
થર થર ધ્રુજે બાપ એંશીએ !
સવર્ણ સરપંચનો લઈને સ્હારો,
સિવિલ આવ્યો એ શાહુકાર સંગે.
દરવાજામાં,
મોટી મોટી ફાંદવાળો,
ચાંચ ચમકતી ટોપીવાળો,
કાળા કાળા ચશ્માવાળો.
લોકસભાનો લાડકવાયો,
દલિતોના કાળજાનો કટકો (!)
દલિત ઉધ્ધારક્ દિગ્ગજ “નેતો !”
‘બાજરતન હજુરીઆ’ સાથે,
પારેવડાને દાણા વેરવા માંડ્યો…!
‘ચાલ ડોહા મડદાઘરમાં,
ભઈલો આપણો પરગામ વઈ ગ્યો !
પંચ કેશમાં અંગુઠો દઈ દે
હવે દીકરો નહીં પાછો આવનારો
હશે પરભવ નો લેણીયાત બિચ્ચારો
કહેજે કાકા પોલીસને જઈ,
દેવે દટાઈ ને દીકરો મરીયો !
આંબા ડાળે જઈને લબડ્યો
અમ ભાગ્ય ફૂટ્યા ને મોભી મરીયો…!
ન્હોંતા એને વેરભાવ કોઈ થી,
મોત પોકાર્યું જાતે મરીયો !
આમ બોલીશ તો સુખી કરી દઈશ !
આગળ પાછળનું હું ફોડી લઈશ,
તુરંત દઈશ કલદાર રોકડા
ભાળ્યા ના હોય એવા થોકડા !
અહીંયા પછી કોઈને મળીશ નહીં,
રોકડી લઈ તું જલદી છૂટી જા,
હું પણ છું જાતભાઈ તમારો !
બાજરતન ભેળો ટાપસી પુરતો
અમે દેશ દિલ્હી છૈયે ગજવાવનારા
સહુ કોઈ અમારી આણ સ્વીકારે !
દિલ્હીમાં દબદબો છે ભારે !
જો વાત અમારી નહીં માને તો,
ડોહલા જરૂર જેલ કરાવીશ.
જીવનભર ચક્કી પીસવાવીશ !
પોલીસના ડંડે પીટવાવીશ !
પગના તળીયા હું તોડાવીશ !
તારા પછી રોમ બોલાવીશ…!
સાંજના ટાણે સિવિલ દરવાજે,
ગુપચુપ ગુપચુપ વાત વણસી ગઈ !
એક પછી એક એકઠા થઈને,
લાગણી સભર લોકોએ જાણ્યું.
જાતભાઈને પણ આ ના છોડતો
મડદા પર મિજબાની કરતો !
દલિત શક્તિ ચમકાર કરી ગઈ !
દલિત નેતાનો થ્યો દેકારો …..!
ગભરાયેલું લુચ્ચું શિયાળ
બદમાશ બાડીયું બતરી લખણું
પકડી ધોતિયું પાછલા બારણે
પગમાં પહેરેલા ચંપલ છોડી
પલાયન થવાના પાક્કા ઈરાદે
‘બાજરતન હજુરીયા’ સાથે
દલિત ટોળાના મોટ્ટા મોભની ટક્કર ભાળી
લુચ્ચું શિયાળવું
ગાંડમાં ઘાલી પુંછડું ભાગ્યું….!
એ વેળાએ,
વૃધ્ધ દલિતને
સવર્ણ સરપંચે કહેતો કેવું !
“આ નેતો નો’ય દલિત ભાઈ તમારો
નક્કી નપાવટ ખુટ્ટલ અમીચંદ સાલ્લો!
ખંધો કપટી દલિત દુશ્મન પ્હેલો !
ભઈલાં મારૂં કંપ્યું કાળજું,
ભલે અમારા ઉજળીયાત હોય !
દલિત વેઠીયાના એજ હત્યારા !
ચાલને દાદા પોલીસ ચોકી,
કામ કશુંયના મડદાઘરમાં,
મારો પરભુ મને પોકારે,
યલી નાંભિ મને જગાડે !
દાળમાં જરૂર કંઈક કાળુ ભાળું,
ચાલ મર્ડરની ફરીયાદ દઈએ.
પછી ભઈલાનું મોઢું જોઈશું મડદા ઘરમાં સાથે જઈને.
રડતા દાદાનું દિલ પોકારે,
સવર્ણ સરપંચ ભાઈ તું હાચ્ચો…!
દીકરો આપણો આમ મરે નહીં…!
આંબા ડાળે એ શું કામ લટકે ?
આપઘાત તો એ કદી કરે નહીં…!
જમીનદારોની વરવી વેઠ વેંઢારતા
હા..આ..થી ભાજીજીયા દલિતડાનું
આયખું આથમે બારે મહીના
પળ પળ ન્હાતું પરસેવાથી !
ઘરમાં પાળેલ કૂતરાં જેવો,
એંઠવાડથી હોઝરૂં ભરતો
ઘરને ખેતર બંને સાચવી
ગંજ બજારે ધાનના ઢગલાં !
દાત્તરડામાં દૈવત એનું
માલિક બેઠો ફદીયા રળતો !
ને બદલામાં, માંખો બમણતી માલિકણની.
ગામઠી શૈલીની બરછટ ગાળો !
તહેવારોની તૈંણ રજાઓ,
લઘર વઘર બે જોડી લુઘડાં,
વર્ષો જુના, ચુંથાયેલ ડંખીલા જોડા.
ઘર કારજની ખરચી માટે
એક હજજાર ઉપાડ “મશારો…!”
બળતા બપોરે
કકળે ક્ષુધા પેટ પાંસળીયે
ચોપડી ખાવા શાક મળે ના !
ખાલ્લી તાંહળું !
અડધું વાટલું ડૂવો ઘેંશનો
કળશ્યો પાણી, ખાટ્ટી ખાટ્ટી છાસ છાકતી
લાલ જુવારનો ચોથિયું રોટલો
દયા ખાઈને ડોઝઝું ભરવા
નાંખે નીચે ઉપર હાથ્થે..!
કંઈક વર્ષ બાદ બહેન કુંવરબા
પતિગૃહેથી પરત ફરેલા,
ફાટ્ ફાટ્ નિતંબનું ભારણ.
કામણગારા બેકાબુ ઉરજો !
ધક્ ધક્ ધક્ ઉના શ્વાસની ધમધમતી ધમણી
લચતું જોબન પિત્રાઈ ભાઈ
ચઢ્યા ચિતા પર કામાગ્નિની,
ખેતર વચ્ચે ઊભા પાકમાં,
ડોલ્યા ડુંડા એ મસ્ત માહોલે !
વાત્સાયનના કામસૂત્રની
આસન-લીલા પલટવારની
ગરમ જોમ સીસકારા ભરતી
સ્તન ડીંટડી ચગદાતી ચર્ ચર્
ઓયમાં… ઓયમાં… ચૂંટીયા ખણતી
લાલ ટ્શર કાનની બુટ્ટીઓ બ્હેકી
જયાં ઘુંટણથી ટકરાતા ઘુંટણ
સાથળ થી અફળાતા સાથળ
અધરોથી અધરોનું ચુસણ
દંતક્ષત, મર્દન, ગાલોનું ઘર્ષણ
જીભ ટેરવાં યાચે લૂંછણ,
કમ્મર મંકોડા તૂટે તડ્ તડ્
કામદેવના તાબોટાનો,
ટપ્ ટપા ટપ્ લય નિરંતર !
પત્તા પર પત્તા પછડાતાં,
શેઢે વૃક્ષો આલીંગન દે !
આ કામુક મસ્તી વસ્ત્રવિહોણી.
તેણે ખડ્ખડ્ લીલી ચાર હિલ્લોળી !
અબૂધ બોઘે ચકળ વકળ થઈ
નિરખી લીલાએ વાઢતા વેઠીયે ! ખેતર વચ્ચે ચાલે ખેલ
જો કરશે વેઠીયો વાત કોઈને,
આભલાં જેવડી આબરૂ જાશે !
ધિંગાણામાં ધરબાઈ જાશું !
ઘરની રાંડો રંડાઈ જાશે !
અને અમારી આ બહેન બા,
અમને મેલી ગોતી કદાવર
બીજા કોઈથી ખેલ ખેલશે !
કુંવરબાનો કકળ્યો પિત્તો
વિફરેલી વાઘણ જાણે ચિત્તો
વેઠીયો એની બુનનો ધણી
શું કામ જોયું એણે અમારા ભણી ?
વેઠીયા તારૂં નખ્ખોદ જાજો !
જાત નેચી ને હલકા વૈણ્યનો !
પિત્રાઈભાઈની ધ્રુજતી કાયા,
આ જીવે તો આપણે મરવાનું,
ઓ નેનડીયા, બેય ડોળા ફોડ્ડું !
વ્હાલી મારી લગીર બીશના !
આ હાળાનો કોંક રસ્તો કાઢું.
કાયદો ઘોળી પીવા વાળા,
શહેર મધ્યેના સલાહકારો.
તાબડતોડ તેડાવી લાવું.
રૂપિયા રેલમ છેલ્ રેલાવું !
એટ્રોસીટી તો ભાગશે આઘી,
લઈ ઈશારો કામ પતાવું
નાટક આનું પાર પડાવું …!
ભળ ભાંખળે, ગામ ભાગોળે
આંબાવાડીયાના વચલા આંબે
કાચ્ચી કાચ્ચી કેરીઓ વચ્ચે
ડોળા ફાટ્ટેલ દલિતડાની,
લોહી નીગળતી લાશ લટકતી !
અરે બાપડો, કેમ મરી ગ્યો ?
દેવાના ડુંગરે હશે દટાયો
બુઢા બાપની વસમી યાદો !
બચરવાળ બૈરાની યાદો !
અછૂત જીવનથી અકળાયેલો,
અસાર જીવનમાં અટવાયેલો,
જીવતરની કાયમ વેઠ છૂટી ગઈ !
વેરીઓમાં પણ વ્હાલો વેઠીયો,
અરે.. એ આંબા ને પણ અભડાવી ગ્યો..!
ચાર દિવસે દલિતવાસના
દરવાજા માં દૂર ગામથી,
મારતી જીપે આવ્યા ઉજળીયાત.
‘ડોહા આવ્યા લેવા તુજને
દિકરો તારો બિમાર થઈ જયો !
અન્નજળ મેલે ચાર દિવસ થ્યા,
બરકે અહીં બાપા ને લાવો !’
મેલું અંગરખું ફાટેલું ફાળીયું,
માંડ ઢાંકતી ઢીંચણ પોતડી,
થર થર ધ્રુજે બાપ એંશીએ !
સવર્ણ સરપંચનો લઈને સ્હારો,
સિવિલ આવ્યો એ શાહુકાર સંગે.
દરવાજામાં,
મોટી મોટી ફાંદવાળો,
ચાંચ ચમકતી ટોપીવાળો,
કાળા કાળા ચશ્માવાળો.
લોકસભાનો લાડકવાયો,
દલિતોના કાળજાનો કટકો (!)
દલિત ઉધ્ધારક્ દિગ્ગજ “નેતો !”
‘બાજરતન હજુરીઆ’ સાથે,
પારેવડાને દાણા વેરવા માંડ્યો…!
‘ચાલ ડોહા મડદાઘરમાં,
ભઈલો આપણો પરગામ વઈ ગ્યો !
પંચ કેશમાં અંગુઠો દઈ દે
હવે દીકરો નહીં પાછો આવનારો
હશે પરભવ નો લેણીયાત બિચ્ચારો
કહેજે કાકા પોલીસને જઈ,
દેવે દટાઈ ને દીકરો મરીયો !
આંબા ડાળે જઈને લબડ્યો
અમ ભાગ્ય ફૂટ્યા ને મોભી મરીયો…!
ન્હોંતા એને વેરભાવ કોઈ થી,
મોત પોકાર્યું જાતે મરીયો !
આમ બોલીશ તો સુખી કરી દઈશ !
આગળ પાછળનું હું ફોડી લઈશ,
તુરંત દઈશ કલદાર રોકડા
ભાળ્યા ના હોય એવા થોકડા !
અહીંયા પછી કોઈને મળીશ નહીં,
રોકડી લઈ તું જલદી છૂટી જા,
હું પણ છું જાતભાઈ તમારો !
બાજરતન ભેળો ટાપસી પુરતો
અમે દેશ દિલ્હી છૈયે ગજવાવનારા
સહુ કોઈ અમારી આણ સ્વીકારે !
દિલ્હીમાં દબદબો છે ભારે !
જો વાત અમારી નહીં માને તો,
ડોહલા જરૂર જેલ કરાવીશ.
જીવનભર ચક્કી પીસવાવીશ !
પોલીસના ડંડે પીટવાવીશ !
પગના તળીયા હું તોડાવીશ !
તારા પછી રોમ બોલાવીશ…!
સાંજના ટાણે સિવિલ દરવાજે,
ગુપચુપ ગુપચુપ વાત વણસી ગઈ !
એક પછી એક એકઠા થઈને,
લાગણી સભર લોકોએ જાણ્યું.
જાતભાઈને પણ આ ના છોડતો
મડદા પર મિજબાની કરતો !
દલિત શક્તિ ચમકાર કરી ગઈ !
દલિત નેતાનો થ્યો દેકારો …..!
ગભરાયેલું લુચ્ચું શિયાળ
બદમાશ બાડીયું બતરી લખણું
પકડી ધોતિયું પાછલા બારણે
પગમાં પહેરેલા ચંપલ છોડી
પલાયન થવાના પાક્કા ઈરાદે
‘બાજરતન હજુરીયા’ સાથે
દલિત ટોળાના મોટ્ટા મોભની ટક્કર ભાળી
લુચ્ચું શિયાળવું
ગાંડમાં ઘાલી પુંછડું ભાગ્યું….!
એ વેળાએ,
વૃધ્ધ દલિતને
સવર્ણ સરપંચે કહેતો કેવું !
“આ નેતો નો’ય દલિત ભાઈ તમારો
નક્કી નપાવટ ખુટ્ટલ અમીચંદ સાલ્લો!
ખંધો કપટી દલિત દુશ્મન પ્હેલો !
ભઈલાં મારૂં કંપ્યું કાળજું,
ભલે અમારા ઉજળીયાત હોય !
દલિત વેઠીયાના એજ હત્યારા !
ચાલને દાદા પોલીસ ચોકી,
કામ કશુંયના મડદાઘરમાં,
મારો પરભુ મને પોકારે,
યલી નાંભિ મને જગાડે !
દાળમાં જરૂર કંઈક કાળુ ભાળું,
ચાલ મર્ડરની ફરીયાદ દઈએ.
પછી ભઈલાનું મોઢું જોઈશું મડદા ઘરમાં સાથે જઈને.
રડતા દાદાનું દિલ પોકારે,
સવર્ણ સરપંચ ભાઈ તું હાચ્ચો…!
દીકરો આપણો આમ મરે નહીં…!
આંબા ડાળે એ શું કામ લટકે ?
આપઘાત તો એ કદી કરે નહીં…!
No comments:
Post a Comment