Friday, March 27, 2015

ઊગે સૂરજ ! ડૂબે સૂરજ !

વ્હેલી પરોઢે
ભળ ભાંખળે ખેતર વચ્ચે ખેતમજૂરો
ધીમે ધીમે જમ્યો તડકો
આભલા વચ્ચે આવ્યો સૂરજ
અંગ ઉપર હોય ક્યાંથી કપડાં ?
ઘઉંની ઊંબી
તીણી વેદના.
પરસેવાથી ન્હાય પીડિતો
છતાંય,
બળતા બપોરે દાતરડાથી
ખડકે પૂળા પાર વિનાના.
જઠરામાંની અગનજવાળા
લપકે ભીતર અંગઅંગમાં !
ચોપડી ખાવા શાક મળે ના.
અડધું વાટલું ડૂવો ઘેંસનો
ચોથિયું રોટલો,
માલિકણ જો ખુશ હોય તો
વઘારેલાં બે લીલાં મરચાં
દડો ડુંગળીનો
દયા ખાઈને ડોઝુ ભરવા
નાખે નીચે, ઉપર હાથે
ઊગે સૂરજ ! ડૂબે સૂરજ !
નિત્યક્રમના શ્રમજીવીઓનો…

રચનાકાળ ઃ- ૧૯૬૮

No comments:

Post a Comment