ઘર ફૂટે ઘર જાય દલિતો, ઘર ફૂટે ઘર જાય
આપણામાંના અમીચંદને, ખેંચી કાઢો બ્હાર
દલિતો ઘર ફૂટે ઘર જાય.
સેવક કેરો સ્વાંગ સજી લે, પીઠમાં ભોંકે ઘાવ
દલિતો ઘર ફૂટે ઘર જાય.
મગર આંસુ પાડે મોટ્ટા, એના હેડામાં ના કાંય
દલિતો ઘર ફૂટે ઘર જાય.
હાથ મીલાવે પડદા પાછળ, એ શોષણખોરો સાથ
દલિતો ઘર ફૂટે ઘર જાય.
દલિતોના દુઃખડાઓનો, પૂરો ઉઠાવે લાભ
દલિતો ઘર ફૂટે ઘર જાય.
ગુલબાંગોથી ગગન ગજવે, એ કડદાના કરનાર
દલિતો ઘર ફૂટે ઘર જાય.
ઘર આંગણનો દુશ્મન પહેલો, પછી બીજાની વાત
દલિતો ઘર ફૂટે ઘર જાય.
ક્રાંતિના અવરોધક બળ આ, કદી ના કરશો માફ
દલિતો ઘર ફૂટે ઘર જાય.
રચનાકાળ ઃ- ૧૯૮૦
No comments:
Post a Comment