(રાગ ઃ જાગરે માલણ જાગ… મેરૂમાલણ ફીલ્મ ઢાળ)
દોડ દલિતા દોડ… દોડ જવાના દોડ…
જોટાણાના જંગને જોવા તું દોડ દલિતા દોડ
જુલ્મીઓના ટોળાં વચ્ચે “વાસ” ઘેરાણો આ તારો
કીકીયારી કાગારોળ મચ્યું ને કાપો કાપો કહે મારો
પત્થરાનો વરસાદ વરસે ને ઉગરવાનો ના આરો
બરછી ભાલા ધારિયા સાથે કાકડાનો કેવો મારો
બોલ દલિતા બોલ, બોલ જવાના બોલ ?
ઘરમાં સંતાયે કેમ ચાલે’ વીરા ? બોલ દલિતા બોલ ?
ભય થી ધ્રુજે ભઈલા નાના બેનડીઓને માતા,
સદીઓના આવા જુલ્મ સામે કરતું લોચન રાતા !
ઝીંક બરાબર ઝીલી જયારે આ ‘જોટાણાં’ ગામે,
ગોફળ ગોળા છૂટે છટાછટ્ કોણ ટકે તેના સામે !
બૂંગિયાનો વાગ્યો ઢોલ ! બૂંગિયાનો વાગ્યો ઢોલ !
વાર ચઢી છે વાસ પર આખા, બૂંગિયાનો વાગે ઢોલ !
માથા ફોડ્યાં હાડકા તોડ્યાં, બૈરા બન્યા મર્દ જયારે !
છક્કા છોડાવ્યા સીતમગરના, ભાગતા થઈ ભોં ભારે !
એક્યાશીના જાતિ યુધ્ધની ગાતા અમ્મર ગાથા !
લાખ સલામો આપજો સર્વે રહે જવાનોના ઉંચા માથા !
બાઈ ‘રતન’ને રંગ ! એની માવડી ને છે રંગ !
રંગ જોટાણાના જુવાનીઓને ! દુનિયા થઈ ગઈ દંગ !
ગામે ગામે બક્ષીપંચને દલિત આદિવાસી,
જાતિવાદી શોષણ સામે સહુ ગયા છે ત્રાસી !
સંપથી રહેજો એકતા કરજો ગરીબો સહુ ભાઈ ભાઈ !
મુઠ્ઠીભર મૂડીવાદીઓની પછી, ટકશે ક્યાંથી લડાઈ ?
ત્રાડ દલિતા ત્રાડ ! ત્રાડ જુવાના ત્રાડ !
હક્ક માટે હોંશિયાર બનીને, ત્રાડ દલિતા ત્રાડ !
રચનાકાળ – ૧૯૮૧
’૮૧ના દલિત વિરોધી જાતિવાદી અનામત હુલ્લડો ટાણે મહેસાણા જીલ્લાના જોટાણા ગામે ઉજળિયાત હુમલાખોરોએ રોહિતવાસને ઘેરી લીધો ત્યારે રતનબેને એકલા હાથે ગોફણગોળાથી સામનો કર્યો ને હુમલાખોરો જીવ બચાવી ભાગ્યા એ ઘટનાને ઝીલતી અપૂર્વ સંવેદના….

No comments:
Post a Comment