Saturday, March 28, 2015

વિજયસવારી

ધડ્બડ્, ધડ્બડ્, ધડ્બડ્, ધડ્બડ્, ધડ્બડ્, ધડ્બડ્, ધડ્બડ્,
ધડ્બડ્ દોડ્યું આવે લોક, ધડ્બડ્ દોડ્યું આવે લોક !
ધડ્બડ્ દોડ્યું આવે લોક !
પ્હાડમાંથી આવે એ તો ખીણમાંથી આવે
કીકીયારીથી જંગલ ગજવી મશાલ જલતી લાવે !
લોક ધડ્બડ્ દોડ્યું આવે !
રાજધાનીમાં થઈ ગઈ ગરબડ ગરબડ ગંદી ગરબડ
છેતરપીંડીની ભાઈ ગરબડ પેલો ને’તો હક્ક ડૂબાડે !
લોક ધડ્બડ્ દોડ્યું આવે !
અશ્રુવાયુના ટેટા તોડે લાઠ્ઠી વીંઝી માથા ફોડે
ધડ્ ધડ્ ધડ્ ધડ્ ગોળી છોડે એ તો ટપ્ ટપ્ લાશ સૂવાડે !
લોક ધડ્બડ્ દોડ્યું આવે !
હિન્દુવાદના હંગામાંથી, જાતિવાદના દંગામાંથી
મૂડીવાદના ફંદામાંથી, ભાઈ ભોગે ખુરશી બચાવે !
લોક ધડ્બડ્ દોડ્યું આવે !
નહીં બચે ’લ્યા ખુરશી તારી, હવે લડાઈ જો ને અમારી
છેલ્લે છે અમ વિજય સવારી, તને બુધ્ધિ કોણ સુઝાડે !
લોક ધડ્બડ્ દોડ્યું આવે !

રચનાકાળ ઃ-  ૧૯૮૮

No comments:

Post a Comment