Sunday, March 29, 2015

ચેન જરા ના

બસમાં બેઠા ગામડિયાનો
સૌથી પહેલાં પ્રશ્ન પૂછાતો
“કૂણ સો સાહ્યેબ્ !”
ગામ પૂછી લે
નામ પૂછી લે
વાત બીજી હજજાર પૂછી લે
થોડીવારે ચેન જરા ના….
અંતરમાં ઉત્તપાત્ હિલ્લોળે
રહી રહીને પુછે પાછું
“કૂણ સો સાહ્યેબ્ ?”
ક્યા વાહમાં…
કોના ઘરમાં…
કાૅમ તમ્મારે…
ગોટા ઉરમાં
ઉડે ગજબના,
રહી રહીને બબડે પાછું
જ્ઞાતિ કેરૂં નામ જાણવા
તે પ્રશ્નો કેરા પ્હાડ ખૂંદી લે !
જાણે જયારે
‘ઓળગણાં’નો અતિથિ આ તો
શાૅક વીજળીનો
ચૂપ થઈ ને
નાક ચઢાવી
સૂગ બતાવી
માથુ ફેરવી, ધૃણા અને નફરત ભાવથી, આડે મોંઢે,
આગળ બીજું
પૂછવાનું
બેટો, નામ મૂકી દે !
રચનાકાળ ઃ ૧૯૭૫

No comments:

Post a Comment