એંઠા ટૂકડા દીધા અમોને,
ઝલાવીને આ ઝાડુ !
મેલું માથે ઉપડાવ્યું ’લ્યા,
સાદ ગલી ગલી પાડું !
ક્યારે છૂટશે આ હાથોથી ?
સવારે ઝાડુ ! સાંજે વાળુ !
સદીઓથી સો ટકા અનામત,
અમને છે પકડાવી !
સઘળાં હક્કો લીધાં ઝૂંટવી,
કાયમ દીધા દબાવી !
અંતર કાળુ ઉજળિયાતનું
સવારે ઝાડુ ! સાંજે વાળુ !
ગામ કિનારે હડસેલીને,
જોર જુલ્મ વરસાયા !
શિયળ ચૂંથતા નરાધમો,
આ કાયમના હડકાયા !
જવું અમારે ક્યા મલકમાં ?
સવારે ઝાડુ ! સાંજે વાળુ !
કાળા લોહીથી ધરતી લથબથ,
કાયમથી રંગાતી !
સદા જુલમના બોજે મરતી,
અમ મુડદાલ ઝાડુ જાતિ !
કરશું ક્રાંતિ છોડી દઈને,
સવારે ઝાડુ ! સાંજે વાળુ !
રચનાકાળ ઃ ૧૯૮૩
ઝલાવીને આ ઝાડુ !
મેલું માથે ઉપડાવ્યું ’લ્યા,
સાદ ગલી ગલી પાડું !
ક્યારે છૂટશે આ હાથોથી ?
સવારે ઝાડુ ! સાંજે વાળુ !
સદીઓથી સો ટકા અનામત,
અમને છે પકડાવી !
સઘળાં હક્કો લીધાં ઝૂંટવી,
કાયમ દીધા દબાવી !
અંતર કાળુ ઉજળિયાતનું
સવારે ઝાડુ ! સાંજે વાળુ !
ગામ કિનારે હડસેલીને,
જોર જુલ્મ વરસાયા !
શિયળ ચૂંથતા નરાધમો,
આ કાયમના હડકાયા !
જવું અમારે ક્યા મલકમાં ?
સવારે ઝાડુ ! સાંજે વાળુ !
કાળા લોહીથી ધરતી લથબથ,
કાયમથી રંગાતી !
સદા જુલમના બોજે મરતી,
અમ મુડદાલ ઝાડુ જાતિ !
કરશું ક્રાંતિ છોડી દઈને,
સવારે ઝાડુ ! સાંજે વાળુ !
રચનાકાળ ઃ ૧૯૮૩
No comments:
Post a Comment