કેમ ભૂલે બાબા ભીમને, ના બનતો લૂણ હરામ દલિતા !
તું કેમ ભૂલે બાબા ભીમને, હો… હો… કેમ ભૂલે બાબા ભીમને !
તારી ઉંઘને તૂ ઉડાડ દલિતા !
તારા હક્કને તૂ પહેચાન દલિતા !
પછી પાડ તૂ એવી ત્રાડ દલિતા !
જેથી ઝૂકે જુલ્મના પ્હાડ દલિતા !
હો.. હો… કેમ ભૂલે બાબા ભીમને !
તને તગડ્યો ગામની બ્હાર દલિતા !
પછી આદર્યા અત્યાચાર દલિતા !
તારા ચૂસ્યા હાડને ચામ દલિતા !
તારા લૂંટ્યા બધા અધિકાર દલિતા!
હો.. હો… કેમ ભૂલે બાબા ભીમને !
તું પશુ તુલ્ય ન્હોંતો તલભાર દલિતા !
શોધી આપ્યા માન સ્વમાન દલિતા !
તારી બેડીઓનો તોડનાર દલિતા !
તારા દુઃખડાનો ભાગીદાર દલિતા !
હો.. હો… કેમ ભૂલે બાબા ભીમને !
વ્હારઝલું વ્હારે ચઢનાર દલિતા !
તારો ભીમ ખરો ભગવાન દલિતા !
તેના પગલે કર પ્રયાણ દલિતા !
તું જાતિવાદીઓની તોડ જાળ દલિતા !
હો.. હો… કેમ ભૂલે બાબા ભીમને !
રચનાકાળ ઃ- ૧૯૯૨
તું કેમ ભૂલે બાબા ભીમને, હો… હો… કેમ ભૂલે બાબા ભીમને !
તારી ઉંઘને તૂ ઉડાડ દલિતા !
તારા હક્કને તૂ પહેચાન દલિતા !
પછી પાડ તૂ એવી ત્રાડ દલિતા !
જેથી ઝૂકે જુલ્મના પ્હાડ દલિતા !
હો.. હો… કેમ ભૂલે બાબા ભીમને !
તને તગડ્યો ગામની બ્હાર દલિતા !
પછી આદર્યા અત્યાચાર દલિતા !
તારા ચૂસ્યા હાડને ચામ દલિતા !
તારા લૂંટ્યા બધા અધિકાર દલિતા!
હો.. હો… કેમ ભૂલે બાબા ભીમને !
તું પશુ તુલ્ય ન્હોંતો તલભાર દલિતા !
શોધી આપ્યા માન સ્વમાન દલિતા !
તારી બેડીઓનો તોડનાર દલિતા !
તારા દુઃખડાનો ભાગીદાર દલિતા !
હો.. હો… કેમ ભૂલે બાબા ભીમને !
વ્હારઝલું વ્હારે ચઢનાર દલિતા !
તારો ભીમ ખરો ભગવાન દલિતા !
તેના પગલે કર પ્રયાણ દલિતા !
તું જાતિવાદીઓની તોડ જાળ દલિતા !
હો.. હો… કેમ ભૂલે બાબા ભીમને !
રચનાકાળ ઃ- ૧૯૯૨
No comments:
Post a Comment