આપણે દલિતોએ સાવ ખોટેખોટું અને આખેઆખું શુદ્રપણું ઓઢી લીધું છે. ખોટેખોટું એટલા માટે કે આપણે શુદ્રો તો નથી જ. આપણે તો અતિશુદ્રો છીએ. આપણે તો વર્ણવ્યવસ્થા-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણની બહારના, વર્ણબાહ્ય, વર્ણ વગરના, અવર્ણ,ર્ ંેંષ્ઠટ્ઠજંીજ, ઁટ્ઠહષ્ઠરટ્ઠદ્બ ૅર્િઙ્મીંટ્ઠૈિટ્ઠંી છીએ. આપણે તો બ્રહ્માના પગ તો શું, પણ પગની છેલ્લી આંગળીના નખનો વધી ગયેલો ભાગ પણ નથી. તો પછી આ શુદ્રો છે કોણ ? ઓળખી લો એમને અને સમગ્ર સાહિત્યમાં શુદ્રપણાનો ઝર્િજજ પહેરાવી દો એમના ગળે. કહી દો એ પટેલોને અને પખાલીઓને અને પંચાલોને, કોળીઓને અને ચૌધરીઓને અને ઠાકોરોને, સુથારોને અને સોનીઓને અને સલાટોને, લુહારોને અને કુંભારોને,ગઢવીઓને અને ગોવાળોને, અને ગુણગાનભરી વંશાવળી ગાનારાઓને અને વાળંદોને, મોદીઓને, મોચીઓને અને માળીઓને, દાતણિયાઓને અને પાટણિયાઓને અને લોટણિયાઓને અને બક્ષીપંચની બધી જ્ઞાતિઓને કે તમે જ ખરેખરા શુદ્રો છો. વેઠતા રહ્યા છો અને વેંઢારતા રહ્યા છો વર્ણવ્યવસ્થાનો ભાર. શોષકો ભેગા ભળી ગયેલા સવાઈ સિતમગરો લો, આ શુદ્રપણાની ઓળખ પાછી આપી તમને. તમને ભૂતકાળનું ભાન તો નથી જ, પરંતુ તમારી વર્તમાન ગુલામીનું પણ ભાન નથી.
તમને થશે કે મેં શુદ્રોની ઓળખપરેડ કેમ આદરી ? તો મને કહેવા દો કે ભક્તિ આંદોલનના મોટા ભાગના સંતો શુદ્રો હતા. આખેઆખો ભારતીય કારીગર વર્ગ - ૈહઙ્ઘૈટ્ઠહ ટ્ઠિંૈજટ્ઠહ ષ્ઠઙ્મટ્ઠજજ ભક્તિકાળમાં ઊભર્યો ને ભક્તિના માધ્યમથી એણે આ સમાજના અસમાનતામૂલક મૂલ્યોને પડકાર્યા. હાડોહાડ જાતિવાદી જેતલપુરમાં જન્મેલો, છતાં સેવાકાર્યમાં ચપટીક અને દેશવિદેશમાં પથરા પાછળ અધધધ... પૈસા બગાડનારાઓ કરતાં જુદેરો, હાડોહાડ હિન્દુત્વવાદી ખાડિયાની દેસાઈની પોળમાં રહેલો છતાં બધા ભટ્ટ ને ખટ્ટ ને ચટ્ટ કરતાં આભ ઊંચેરો, જહાંગીરની ટંકશાળનો નામાંકિત સોની નિર્ગુણ સંપ્રદાયનો અખો ભગત પણ હ્વરટ્ઠાંૈ ષ્ઠેઙ્મંની એ જ માળાનો મણકો હતો. ધર્મના નામે વ્યાપકપણે વ્યાપ્ત પાખંડો (એ જમાનાના યુગબોધ અનુસાર જે જે એને દેખાયા) પર સરળ છતાં ય આકરામાં આકરા પ્રહારો કરનાર અખાના છપ્પાઓ આજે પણ વાતવાતમાં ઘેર ઘેર બોલાય છે. આખાબોલાપણાનાં બેમિસાલ ઉદાહરણો છે અખાના છપ્પાઓ. દલિત સાહિત્યનો એક તાર જેમ પ્રગતિશીલો, જનવાદીઓ, નારીવાદીઓ, રેશનાલિસ્ટોની સાથે મળે છે એમ એક તાર ભક્તિ આંદોલનના કબીર, રૈદાસ, નરસિંહ, નાનક, નામદેવ, મીરા, તિરુવલ્લુવર, બસવેશ્વરની સાથે મળે છે અને એક તાર ગુજરાતના અખાની સાથે પણ મળે છે. મુરબ્બી શંકર પેન્ટરની કવિતાઓનું આખાબોલાપણું અખાના છપ્પાની અડોઅડ બેસે તેવું છે. સંગ્રહનું નામ જ જુઓને ‘હાચ્ચે હાચ્ચુ બોલનઅ્ ફાડ્યા ?’ ખુલ્લી કટાર જેવું શીર્ષક છે સંગ્રહનું. કેટલો બધો ર્હ્લષ્ઠીિ છે એમાં ! કેટલો જીૅૈૈિં અને જીંટ્ઠદ્બૈહટ્ઠ છે એમાં ! દલિતસાહિત્ય લખવું એ ખરેખરા સાહસનું કામ છે. કાચાપોચાના ખેલ નથી એ. શંકર પેન્ટરમાં પણ એ સાહસ ઊતરી આવ્યું છે કેમ કે એ ગુજરાતી અખાના વારસદાર છે.
શંકર પેન્ટરની કવિતાઓના આ સંચયની હસ્તપ્રત હાથમાં આવી ત્યારે યોગાનુયોગ તે ખોલતાં જ એમાં પહેલી જ કવિતા નજરે ચઢી ઃ ‘‘આઝાદી તો ક્યારની આવી (૨), લોકો એવું કે છે રે, પણ ભઈલા અમે એને ક્યાંય ના ભાળી!’’ અને સરદાર બ્રીજ પાસે જમાલપુરના સ્લમ ક્વાર્ટર્સમાં પ્રમુક (પ્રમુખ) તરીકે ઓળખાતા કર્મશીલે આયોજિત કરેલા કાર્યક્રમમાં વાલ્મિકી બહેનો અને ભાઈઓના ટોળા વચ્ચે વગર માઈકે ‘‘યે આઝાદી ઝૂઠી હૈ, યે આઝાદી ઝૂઠી હૈ. સાથિયો, જુલ્મ કો હટાના હૈ’’ ગાતી રૈખ્તરીિ દ્બૈઙ્ઘઙ્ઘઙ્મી ષ્ઠઙ્મટ્ઠજજની ર્ષ્ઠહદૃીહંમાં ંરર્િેખ્તરર્ ેં ઈહખ્તઙ્મૈજર દ્બીઙ્ઘૈેદ્બમાં ભણેલી સંગીતા શ્રોફ નામની એક ીહંરેજૈટ્ઠજંૈષ્ઠ, ીહીખ્તીિંૈષ્ઠ યુવતી દૃષ્ટિગોચર થઈ. જાણે એ જ ગીત પાઠફેરે હોય એમ "આઝાદી આવી તો એને રંગી કાળા કૂચડે" ગાતો ર્ઁર્િ ઝઙ્મટ્ઠજજનો મગન માધ્યમમાં ભણેલો સાહિલ પરમાર નામનો એક ીહંરેજૈટ્ઠજંૈષ્ઠ, ીહીખ્તીિંૈષ્ઠ યુવક દૃષ્ટિગોચર થયો. બંને હાથે લાલ રૂમાલ બાંધીને અમદાવાદના રાજપુરમાં નગરી મિલ સામેની સાત ચાલીઓના મેદાનમાં ચારે કોર લોકટોળા વચ્ચે, પગે બાંધેલા ઘુંઘરુના તાલ સાથે બિરાદર સંજીવાની સંગાથમાં "યે ગાંવ હમારા, યે ગલી હમારી" ગાતા નાચતા ઁઉય્ના કોમરેડ ‘ગદ્દર’ નજર સામે તરવરી ઉઠ્યા! ગાંધીનગરમાં દલિત આદિવાસીની મહારેલીમાં "અમે માગી’તી મુઠ્ઠી જાર, માગ્યું માગ્યું ના આભ આ મોટું" ગાતા કર્દમ ભટ્ટ અને "આઝાદી તો ક્યારની આવી (૨) ભઈલા, અમે એને ક્યાંય ના ભાળી ! ઓ ફકીરા, લ્યા નાથિયા." ગાતા શંકર પેન્ટર નજરવગા થયા. અને રાજુ સોલંકીએ તો અમારી બધાની કવિતાઓ ગાઈ ગાઈને, વાંચી વાંચીને અમને લોકમાં ભેળવી દીધેલા. એ પણ નજર સામે તરવર્યું. આ બધાં દૃશ્યો ૧૯૮૫-૮૬નાં છે. શંકર પેન્ટરની કવિતા અંગે પાયાનું કોઈ એક જ વિધાન કરવું હોય તો કહેવું જ પડે કે એમની કવિતા સીધેસીધા આંદોલનની કવિતા છે, સીધેસીધા આંદોલન માટેની કવિતા છે, આંદોલનની નીપજરૂપ કવિતા છે. એ વેળા શંકરભાઈના મોંએ ર્સ્દૃીદ્બીહં(ચળવળ) શબ્દ બહુ જ આવતો. એ પોતે જાણેર્ ંહઙ્મઅ ર્કિ ર્સ્દૃીદ્બીહંન હોય ! અડધી રાતે કઢંગી હાલતમાં આપણને હાથ લાગેલી આાઝાદીની આલોચના આંદોલનમાં પડેલા નામદેવ ઢસાળથી માંડી શંકર પેન્ટર સુધીના કવિઓએ પોતપોતાની રીતે કરેલી છે. ભૂતકાળની ગરવાઈના ગાણાં ગાતી; કોઈપણ નાથારામ, પેથારામને, આલિયામાલિયાને - જેમને કહેવા હોય તો બાવા જ કહી શકાય, વધુમાં વધુ સાધુ જ કહી શકાય તેવા - કચાલિયાથી માંડીને કથાકાર સુધીના ગમે તેને માથે ‘સંત’ શબ્દનું છોગું પહેરાવી દેતી પ્રજા આગળ ભારતની સદાકાલીન સર્વકાલીન વરવાઈનાં દૃશ્યો શંકરભાઈએ રજૂ કર્યાં છે. ૧૯૪૭ ની ૧૪મી ઓગસ્ટની મધરાતે પુનઃપ્રાપ્ત થયેલ ‘સવર્ણ સ્વાતંત્ર્ય’ના સથવારે, કથિત ધર્મની આડમાં, ભારત જેવા વિકાસશીલ દેશ માટે અકલ્યાણકારી એવી જાતિભેદોની વૃત્તિ-પ્રવૃત્તિઓને પાળતા પોષતા સંકરાચાર્યો સહિતનાને નાગા તબડક્ કરી દીધા છે. ‘શિવેતર ક્ષય’ (અકલ્યાણકારી વૃત્તિપ્રવૃત્તિઓના નાશ)ના દલિત સાહિત્યના એક પ્રયોજનને પાર પાડ્યું છે.
વીસમી સદીના નવમા દાયકાની ગવાતી દલિત કવિતાના ક્ષેત્રમાં બે નામ મોખરે હતાં ઃ એક તે ઉત્તર ગુજરાતના શંકર પેન્ટર અને બીજા તે મધ્ય ગુજરાતના ગાંડાભાઈ પરમાર, બંનેની કવિતાઓ જુદા જુદા કવિસંમેલનોમાં, જુદાં જુદાં ગામોમાં, ચાલીઓમાં, શેરીઓમાં સમગ્ર નવમા દાયકા દરમિયાન ગુંજતી રહી, તાળીઓના અભિવાદનો ઝીલતી રહી અને પોતીકા કવિઓની કવિતાઓથી દલિત ચેતનાના ભીંજાવાની એ પ્રારંભિક પળોમાં, નવતર જનમાનસનું નવનિર્માણ કરતી રહી. હાલ મને યાદ આવે છે, ‘દલિત કવિતા’ સંચય પછીનો ૧૪ દલિત કવિઓની પાંચ પાંચ કવિતા સમાવતો બીજો દલિત કવિતા સંચય ‘વિસ્ફોટ’ જેમને અર્પણ થયેલ છે તે સુમિબહેન ચૌહાણના ભાઈ અને સુરેન્દ્રનગરની કોલેજમાં પ્રોફેસર તરીકે સોળ સોળ વર્ષ સુધી વિદ્યાર્થીઓને અંગ્રેજી સાહિત્યનું પરિશીલન કરાવનાર, ય્ઝઈઇ્ ના ડ્ઢૈીિષ્ઠર્ંપિદેથી નિવૃત્ત થયેલ શ્રી. મોહનભાઈ એસ. ચૌહાણસાહેબે શંકર પેન્ટરની કવિતાઓ સાંભળીને ૧૯૮૩માં કહેલ આ શબ્દો ઃ ‘કવિતા નારિયેળ જેવી ન હોવી જોઈએ કે જેને છોલવામાં દમ નીકળી જાય ત્યારે ગલ હાથ લાગે. કવિતા તો શીરા જેવી હોવી જોઈએ, જે ગપ્ દઈને અંદર ઉતરી જાય.’ ભાઈ શ્રી શંકર પેન્ટરની કવિતાઓ અભાવ વેઠતી દલિત માતા, બહેન કે પત્નીએ પ્રેમપૂર્વક અને ચીવટપૂર્વક ચાકૂ ગોળમાંથી બનાવેલા શ્યામ શીરા જેવી છે કે જેને દલિતોના દિલમાં ઉતરી જતી અમે એક્સ રે કે સોનોગ્રાફી મશીન વિના પણ નિહાળી છે. એમની કવિતાઓની સાદગી જોઈને આ શેર યાદ આવી જાય ઃ ‘ઈસ સાદગી પે કૌન મર ન જાયે ભલા, લડતે હૈં ઔર હાથમેં તલવાર નહીં.’ માર્ક્સના કોલ ર્ઉાીિજિર્ ક ંરીર્ ુઙ્મિઙ્ઘ ેહૈંી, ર્એ રટ્ઠદૃી ર્હંરૈહખ્ત ર્ં ર્ઙ્મજી હ્વેં ર્એિ ષ્ઠરટ્ઠૈહજને કેટલા સાદા શબ્દોમાં એમણે ગીતમાં ઉતાર્યો છે ! ‘ગુમાવવાનું તારે શું છે ? જાશે જાશે તો આ બેડીઓ જાશે, બીજું શું તારું જાશે. ઓ ફકીરા, ઓ નાથિયા, ઓ જીવલા, ઓ શીવલા, ગુમાવવાનું તારે શું છે ?’ તલવારથી નહીં, પણ કલમથી લડેલા આ કલમસિપાહીને એ આખા દશકાની દોડધામ, અનિયમિત અને અપ્રમાણસર ખાણીપીણીને પ્રતાપે ડાયાબીટીસ પ્રાપ્ત (ટ્ઠષ્ઠૂેૈીિઙ્ઘ) થયો જેના સાહેદ મારી સાથે સાથે દલિત સાહિત્ય સંઘ, જાતિ નિર્મૂલન સંકલન સમિતિ, માસ મુવમેન્ટ, ચિનગારી જેવા સંગઠનોના સંસ્કૃતિકર્મી વડીલો અને મિત્રો - દલપત ચૌહાણ, રાજુ સોલંકી, ચંદુ મહેરિયા, હરીશ મંગલમ્, ટીકેશ મકવાણા, બાલકૃષ્ણ આનંદ, કાન્તિ કાતિલ, કનુ સુમરા, મનહર પરમાર, ભરત બોક્સર, નાનજી, જયવર્ધન હર્ષ, મિલીન્દ પ્રિયદર્શી, નયન શાહ, કર્દમ ભટ્ટ, અશ્વિન દેસાઈ, સંગીતા શ્રોફ, ગીતાબેન શાહ, તનુશ્રી ગંગોપાધ્યાય જેવા, ખરેખરા હુલ્લડો (૧૯૮૧, ૧૯૮૫-૮૬ અને ૧૯૯૦-૯૨)ના દિવસોમાં સક્રિય હતા તેવા અનેક મિત્રો છે. મુરબ્બીશ્રી શંકરભાઈ અને મિત્રોએ વર્ષો સુધી રાણીવાસમાં ભરાઈ રહીને ફાગ ખેલતાં ખેલતાં હળવા હાથે કવિતા કામિનીના કપાળે શબ્દોની સેંથીઓ નથી પૂરી, પણ શેરીઓ, ચાલીઓ અને ગામડાં ખૂંદીને મધરાતના મુસાફર બની વાસ્તવની ભોંય પર સાહિત્યિક ગડમથલ કરી છે, જનસામાન્ય સાથે ખભે ખભા મિલાવી ભાઈચારો કેળવ્યો છે અને ઝનૂની બોક્સરની જેમ શત્રુઓનાં નાક, દાંત, માથાં પર આકરા સખ્ત શબ્દોના જોરદાર મુક્કા કર્યા છે.
No comments:
Post a Comment