જુલ્મગારોના જુલ્મોની, કદીએ હદ નથી હોતી ;
કરી દે ભાંગીને ભૂક્કો ઉઠાવી આજ તું મુક્કો !
તારા ખૂન પસીના પર, તરે છે આ બધા વૈભવ ;
જરા શા, સળવળાટે કંપશે ! કાફી એક છે મુક્કો !
તારા બાવડાના બળથી લીલા ખેતર તો લ્હેરાતા ;
કકળે પેટનો ખાડો, કહે એ વાળવા મુક્કો !
કરે છે લોહીનું પાણી, ધમધમાટી કારખાનાની ;
પુરૂ વળતર નથી મળતું, કરી લે યાદ તું મુક્કો !
રચનાકાળ ઃ ૧૯૬૭

No comments:
Post a Comment