જુલ્મના પોટલાંઓને ફેંકીને
હળવા ફૂલ બનીને
તમારા ગામથી
હવે અમો નીકળી ચૂક્યા છીએ ! કમબખ્તો,
તમોએ સર્જેલા તમારા શૈરવ નરકોમાંથી !
અમારા દીકરાના વાઢેલા ડોકાએ
અમને મજબૂર કર્યાં !
અમારા દિકરાના ખૂનમાં ખરડાયેલા
તમારા લોહીથી લથબથ હાથોની,
અમાનુષિક બર્બરક ચૂંગાલમાંથી છૂટવા માટે !
અમારા દાણોપાણી બંધ કરવાની
બહિષ્કાર સભાઓ,
તમો કદીયે હવે ભરી શકશો નહીં, તમારા ગામમાં !
અમારા મરેલાં દીકરાના મડદાની ફાટ્ટી પડેલી આંખોમાં
ખરાબપોરે
તમારી સીમના સેઢે. તમો કોઈ બાવળના તીક્ષ્ણ શૂળ પણ
હવે નહીં ભોંકી શકો !
હા,
અમે ભાગી છૂટ્યા છીએ
હળવા ફૂલ બનીનેં !
તમારી બધીયે યાતનાઓમાંથી.
અમારા અનામતિયા સ્ટેન્ડ પોસ્ટના નળો તોડી,
બળબળતા બપોરે
ધખધખતા અંગારે
અમારી મા-બેન-દીકરીઓને
ખેતરે ખેતરે ટળવળતી-વલવલતી કે
હવે રઝળતી નહીં કરી શકો ?
છાણ મૂતરથી છલકાતી ઉબકા દેવડાવતી તમારી ઢોર ગમાણોમાં
ામારા બાપના બારમાના,
માંખો બમણતા એંઠા ભાત-લાડવા
ને પાણીમાં પચપચતી વાસી વધેલી દાળ ખાવા
કે પરબો લેવા માથે તપેલાં ઉપડાવી
અમને તમો કદીયે હવે નહીં લલચાવી શકો, તમારા એ કામમાં !
હવે અડધી રાતે
તમો અમારા વાહના મોંભારાના નળીયા ઠેલી
એ અંધારીયા ઊંડા ભેંતડાઓ
કદીયે વીંધી નહીં શકો,
અમારા ચાંમડા ચૂંથવા !
કે અમારા છાણગારાના લીંપણવાળા વાહમાં,
તમારા જીનેટીક ડી.એન.એ.ની
માસુમ પ્રતિકૃતિઓ
ઠેબલાતી નહીં કરી શકો, તમારી મર્દાનગીની ! બે-શર્મો.
અમારી બેન દીકરીઓ કે અમોને
એ વાત સ્વીકારવા હવે
ક્યારેય મજબૂર નહીં કરી શકો, ઓ નરાધમ નરપિશાચો !
જુલ્મના એ બધાય પોટલાંઓને
કાયમને માટે એકી સાથે ફેંકી દઈને
નીકળી ચૂક્યા છીએ અમે બધાંય
હળવા ફૂલ બનીને !
બાબાના ચિંધેલા રાહ પર
બીજા સમદુઃખીયાઓની દિવાદાંડી બનવા વતનની ધૂળ છોડીને !
સાચો રાહ ચીંધવા…….!
હવે અમો,
નીકળી ચૂક્યા છીએ !
નોંધ : ચિત્રોડીપુરા દલિત હિજરતીઓના કામ ચલાઉ વસવાટ પર નવી વસાહતના મંગળ પ્રસંગે શંકર પેન્ટરે ઘૂંટાતી વેદનાનું કરેલું કાવ્યપઠન ૧૦-૫-૯૨.

No comments:
Post a Comment